________________
કરે ત્યારે ય વિવેક ન રાખે તો પ્રભુની પૂજામાં ક્યાંથી એમનામાં વિવેક હોય ? જ્યાં ત્યાં વાસક્ષેપ ન કરાય. નવ અંગે નાની ચપટીમાં લઈ વાસક્ષેપ કરાય. આંગી વિરૂપ ન બનવી જોઈએ. મોરપીંછી કોમળ, ભરચક જોઈએ. વાસક્ષેપ બરાબર સાફ થવો જોઈએ. બધા જુના પુષ્પો આદિ કાળજીથી લેવાવાં જોઈએ. સૂક્ષ્મ જીવો તેમાં હોવાનો સંભવ હોય તેથી સીધું કેશપોતું ન કરાય. આ જયણા કર્યા બાદ જ કરવું. વાળાકુંચી વાપરવી ફરજિયાત નથી. વિધિ - જયણાપૂર્વક જુનું કેસર કાઢવા પાણીમાં બોળી પોચી કરેલ વાળાકુંચી જ વાપરવી જોઈએ. પોતાના દાંતમાંથી અન્નકણ જે કાળજીથી કઢાય તેવી કાળજી જોઈએ.
જ 33 -
Jain Education Internationaor Personal & Private Use Onlywww.jainelibrary.org