________________
ૐ હ્રીં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરૂ કુરુ સ્વાહા || નિવેદન...
આપણા શ્રી સંઘોમાં દેવમંદિરને ટપી જાય તેવા જિનમંદિરો છે. સુંદર પરિકરો સાથે પવિત્ર પ્રતિમાજી આપણા કલ્યાણ માટે ગાદીએ બિરાજ્યા છે.
હવે આ પ્રતિમાજી, પરિકરો, જિનમંદિરનાં નાના-મોટા કાર્યો, વિભાગો, વહીવટ, વ્યવસ્થા, સંચાલન, દૈનિક ભક્તિ, પૂજા-સેવા, વિશેષ પર્વ દિવસનાં આયોજનો આદિ અનેક બાબતોમાં ઝીણવટભરી કાળજી આપણે રાખવાની જરૂર છે. આપણા સાતેય ક્ષેત્રો આદિની ભક્તિ કરીને તરવાની મહાન તક આપણે મળી છે. તે જ્ઞાન વિના સાધવી શક્ય નથી.
માટે પ્રત્યેક જિનભક્ત - ગુરૂભક્તે શ્રાવકશ્રાવિકાએ આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ.
21
×
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org