________________
સોસાયટીની સ્થાપના થઈ. તેનું આયોજન કસ્તૂરભાઈએ કરી આપ્યું હતું. ભવિષ્યના વિકાસને લક્ષમાં રાખીને તેમણે છ એકર જમીન ૭૦ લાખ રૂપિયા ખર્ચાને સંપાદન કરાવી હતી, જેને લીધે ગુજરાત યુનિવર્સિટીનું ભવ્ય ને વિશાળ કેમ્પસ અસ્તિત્વમાં આવી શક્યું છે. તેમના પરિવાર તરફ્ટી આર્ટસ કોલજ, એન્જિનિયરિંગ કોલેજ તથા પ્રાચ્યવિદ્યામંદિરને માટે મોટાં દાન અપાયાં. કેટલાં ત્રીસ-પાંત્રીસ વર્ષમાં લાલભાઈ દલપતભાઈ પરિવાર ટ્રસ્ટ તરફથી પણ ત્રણ કરોડ રૂપિયાની અને તેમને હસ્તક ચાલતાં ઉદ્યોગગૃહ તરફથી ચાર કરોડ રૂપિયાની સખાવત થયેલી છે. કસ્તૂરભાઈ શેઠને શિક્ષણ પ્રત્યે કેટલી દિલચસ્પી હતી તે આ પરથી જોઈ શકાશે. જે તેમ ન હોત તે અટીરા, પી.આર.એલ., લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, સ્કૂલ ઓફ આર્કિટેકચર, નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન અને વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સેન્ટર જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલી સંસ્થાઓ અમદાવાદને આંગણે ઊભી થઈ શકી હોન કે કેમ એ શંકા છે. પીઢ ઉદ્યોગપતિ કરતુરભાઈ અને જુવાન વિજ્ઞાની ડો. વિક્રમ સારાભાઈના સંયુક્ત સ્વપ્નની એ સિદ્ધિ છે.
કસ્તૂરભાઈની પ્રિય આકાંક્ષા પાર પાડનારી બીજી એક સંસ્થા તે યુનિવર્સિટી કેમ્પસ પર છેલ્લા ત્રણ દાયકાથી આગબોટ આકારના રૂપકડા સ્થાપત્યરૂપે ઊભેલું લા. દ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર છે. ૧૯૫૫ માં તેની સ્થાપના થયેલી. તેનું ઉદ્ધાટન જવાહરલાલ નેહરુએ કરેલું. મુનિશ્રી પુણ્યવિજયજીએ આ સંસ્થાને ૧૦,૦૦૦ હસ્તપ્રત અને ૭૦૦૦ પુસ્તકની અત્યંત મૂલ્યવાન ભેટ આપી હતી. આજે સંસ્થા પાસે ૭૦૦૦૦ જેટલી હસ્તપ્રત એકત્ર થયેલી છે, તેમાંથી દસ હજાર જેટલી હસ્તપ્રતોની યાદી કેન્દ્ર સરકારની સહાયથી અને પાંચ હજાર જેટલી હસ્તપ્રતોની યાદી ગુજરાત સરકારની સહાયથી પ્રસિદ્ધ થયેલી છે. આજ સુધીમાં સંસ્થા તરફથી ૧૦૦થી પણ વધુ સંશોધનગ્રંથ પ્રકાશિત થયેલા છે અને ૨૦૦૦ જેટલી કીમતી હસ્તપ્રતોની માઈકેફિલ્મ ઉતરાવાયેલી છે. આ સંસ્થાનું મુખ્ય આકર્ષણ સાંસ્કૃતિક સંગ્રહાલય છે. કસ્તૂરભાઈ અને તેમનાં કુટુંબીજનો તરફ્ટી ભેટ મળેલી સંખ્યાબંધ પુરાવસ્તુઓ તેમાં સંઘરાયેલી છે. સુંદર ચિત્રો, શિલ્પ, આભૂષણે, ગૃહશોભાની વસ્તુઓ, પિોથીઓ અને બારમી સદીની ચિત્રયુક્ત હસ્તપ્રત મળીને આશરે ચારસો નમૂનાઓ આ સંગ્રહાલયમાં મૂકેલા છે, જે પ્રાચીન ભારતીય જીવન અને સંસ્કૃતિની મેહક ઝલક પૂરી પાડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org