________________
આ બધે વખત કસ્તૂરભાઈએ પિતાની માફક સાર્વજનિક હિતનાં કામમાં પણ એટલા જ ઉત્સાહથી રસ લીધો હતો. ૧૯૨૧માં સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બનેલાં. તેમના કહેવાથી કરતૂરભાઈ અને તેમના ભાઈઓએ મ્યુનિસિપલ પ્રાથમિક શાળા માટે રૂપિયા પચાસ હજારનું દાન આપ્યું. ત્યારથી દાનના શ્રીગણેશ મંડાયા. ૧૯૨૧ને ડિસેંબરમાં ઈન્ડિયન. નેશનલ કોંગ્રેસનું અધિવેશન ભરાયેલું તે વખતે પં. મોતીલાલ નેહરુ સાથે તેમને મૈત્રીસંબંધ બંધાયે, ૧૯૨૨માં સરદારની સલાહથી કસ્તૂરભાઈ વડી ધારાસભામાં મિલમાલિક મંડળના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા. ૧૯૨૩માં સ્વરાજ પક્ષની સ્થાપના થઈ. તે પક્ષને અમદાવાદ તથા મુંબઈના મિલમાલિકોએ પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. વડી ધારાસભામાં કાપડ પરની જકાત રદ કરવાનું બિલ કસ્તૂરભાઈએ મૂક્યું હતું કે સરકાર તરફથી અનેક વિદને આવવા છતાં તે બિલ છેવટે પસાર થયું હતું. સ્વરાજ પક્ષના સભ્ય નહીં હોવા છતાં કસ્તૂરભાઈને પં. મેંતીલાલાએ “સવાઈ સ્વરાજિસ્ટ'નું બિરુદ આપ્યું હતું. ૧૯૨૧ માં અમદાવાદમાં મજૂરો અને મિલમાલિકો વચ્ચે બોનસ અંગે ઝઘડે થયેલ ૧૯૨૩માં પગારઘટાડાને કારણે મજૂરોએ હડતાળ પાડેલી અને ૧૯૨૮માં મજૂરની વેતનધારાની માગણી અંગે ગાંધીજી અને મંગળદાસનું પંચ નિમાયેલું. ૧૯૩૬માં મિલમાલિકોએ વેતનકાપની જાહેરાત કરતાં ગાંધીજી અને કસ્તૂરભાઈના પંચ વચ્ચે મતભેદ ઊભો થયેલો. તે બધા પ્રસંગે કસ્તૂરભાઈએ કોઈની સેહમાં તણાયા. વગર પોતાને સ્વતંત્ર અભિપ્રાય આપેલો. પણ આ મતભેદને કારણે તેમણે કોઈના તરફ રાગદ્વેષનું વલણ દાખવ્યું નહોતું.
સ્વરાજ આવ્યા પહેલાં મજૂરોના પ્રતિનિધિ તરીકે (૧૯૨૯) અને ભારતના ઉદ્યોગપતિઓના પ્રતિનિધિ તરીકે (૧૯૩૪) તેમણે જિનીવા મજૂર પરિષદમાં ભાગ લીધો હતો. ભારત અને બ્રિટન વચ્ચેના વેપાર અંગેની સમિતિ પર તેમની નિમણૂક થયેલી (૧૯૩૬) તેમજ ઈજિપ્તમાં ખરીદેલ રૂના પ્રશ્ન અંગે ઈજિત સરકાર સાથે (૧૯૪૩) અને બ્રિટનના ટેકસ્ટાઈલ મશીનરી મેન્યુફેકચરર્સ સાથે (૧૯૪૬) વાટાઘાટે કરેલી. સ્વરાજ આવ્યા પછી પણ આ પ્રકારનાં પ્રતિનિધિ- : મંડળની આગેવાની તેમણે સંભાળેલી. એ બધા પ્રસંગે દેશનું હિત સર્વોપરિ ગણીને તેમણે પરદેશીઓ સાથે ચર્ચા કરી હતી અને કુનેહપૂર્વક પોતાની વાત તેમને ગળે ઉતારી હતી.
કસ્તૂરભાઈની શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રની સેવા તેમણે કરેલી લોકહિતનો પ્રવૃત્તિઓના શિખરરૂપ છે. ૧૯૩૫ના મેની ૧૫મી તારીખે અમદાવાદ એજ્યુકેશન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org