________________
(૧૪) જૈનતત્વૉધિક ગ્રંથ,
.. हवे पांचमो नलखणाधार कहे .
પ્રથમ જીવની ઓળખાણા, તે જીવના બે ભેદ. પ્રથમ શુદ્ધ જીવ તે કર્મ કલંક રહિત સિદ્ધ ભગવાન. તેમની અગી આરે દ્વારે કરી ઓળખાણ કહે છે. ૧ ગતિએ કરી, ૨જાતિ એ કરી, ૩ કાર્ય કરી, ૪ દંડક કરી, ૫ પ્રાણે કરી, ૬ પર્યાપ્તિ એ કરી, ૭ આઉખે કરી, ૮ અવગાહના કરી, આગતે કરી, ૧૦ ગતે કરી, અને ૧૧ ગુણઠાણે કરી. હવે ૧ ગતિ આ શ્રી સિદ્ધ ગતિયા, ૨ જાતિ આશ્રી અનેંદ્રિયા, ૩ કાય આ શ્રી અકાયિયા, દંડક આશ્રી અદંડયિા અને ૫ પ્રાણ આ શ્રી પ્રાણ કરી સહિત. ત્યાં પ્રાણના બે ભેદ, એક દ્રવ્ય પ્રાણ અને બીજા ભાવ પ્રાણ ત્યાં મૂળ ભાવપ્રાણ તે સર્વ જીવને ચાર છે. તે આ પ્રમાણે-૧ જ્ઞાન, ૨ વીર્ય, 3 જીવિત અને ૪ સુખ. તેના ઉત્તર ભેદ ૧૦, તે દ્રવ્યપ્રાણ થાય ત્યાં ૧ સિ ઇને શુદ્ધ ચેતના કેવળજ્ઞાન રૂ૫ જ્ઞાનપ્રાણ છે. ૨ વીર્યપ્રાણ તે અનંતકિરણ વીર્ય છે. ૩ જીવિત આશ્રી જીવ સદાકાળ શાશ્વત છે. સુખ આથી નિરાબાધ સુખ છે. એ પ્રકારે સિદ્ધના પ્રાણ કહ્યા.
હવે ૧ સંસારી જીવોને અનંત કેવળજ્ઞાન તો નથી, પણ મતિજ્ઞાનની ચેતના રૂપ પાંચ ઇંદ્રિય પ્રગટી છે તેણે કરી સર્વ વસ્તુને જાણે છે. તે કારણ માટે જ્ઞાન પ્રાણના પાંચ ભેદ થયા. ર બીજો વીર્ય તે અનંત વીતરાય કર્મક્ષય રૂપ વિર્ય કે નથી, પણ વીર્યંતરાયના ક્ષયપશમથી ત્રણ યોગની શક્તિ પ્રગટી, તે વીર્યપ્રાણના ત્રણ ભેદ થયા. ૩ જીવિત તે સદાકા ળ જીવપણું તે નહિ, પણ આઉખું બાંધીને જેટલો કાળ