________________
ધનુષ્યનું દેહમાન (Height) અને જઘન્ય રર સાગરોપમ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમનું આયુષ્ય છે.
એ ૭મી નરકની હદ (સમા) ઉપર એક રજુ ઊંચુ અને ૪૦ રજજુ ઘનાકાર વિસ્તારમાં છઠ્ઠી મઘા (તમ પ્રભા) નામે નરક છે. જેમાં ૧,૧૬,૦૦૦ યોજનનો પૃથ્વીપિંડ છે. એમાંથી ૧000 યોજન નીચે અને ૧૦૦૦ યોજના ઉપર છોડીને વચમાં ૧,૧૪,000 યોજનની પોલાર છે, જેમાં ૩ પાથડા અને ૨ આંતરા છે, જેમાં પ્રત્યેક પાથડો ૩૦૦૦ યોજનાનો છે. અને પ્રત્યેક આંતરા પર,૫૦૦ (બાવન હજાર પાંચસો) યોજનાના છે. આંતરા તો ખાલી છે. અને પ્રત્યેક પાથડાની મધ્યમાં ૧૦૦૦ યોજનની પોલારમાં ૯૯,૯૯૫ નરકાવાસ છે. જેમાં અસંખ્યાત કુંભિઓ અને અસંખ્યાત નેઈયા રહે છે, જેમનું ૨૫૦ ધનુષ્યનું દેહમાન અને જઘન્ય ૧૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમનું આયુષ્ય છે.
એ છઠ્ઠી નરકની હદ ઉપર એક રજુ ઊંચી અને ૩૪ રજુ ઘનાકાર વિસ્તારમાં પાંચમી રિઠ્ઠા (ધૂમપ્રભા) નામે નરક છે. જેમાં ૧,૧૮,૦૦૦ યોજનનો પૃથ્વીપિંડ છે. એમાંથી એક હજાર યોજન ઉપર અને એક હજાર યોજન નીચે છોડીને વચમાં ૧,૧૬,૦૦૦ યોજનનો પોલાર ભાગ છે, જેમાં ૫ પાથડા અને ૪ આંતરા છે. પ્રત્યેક પાથડો ૩૦૦૦ યોજનનો ને પ્રત્યેક આંતરો પર,૫૦૦ યોજનનો છે. આંતરા તો ખાલી છે. પ્રત્યેક પાથડાના મધ્યની ૧000 યોજનની પોલારમાં ૩,૦૦,000 નરકાવાસ છે, જેમાં અસંખ્યાત કુંભીઓ અને અસંખ્યાત નેરઈયા' છે. જેમનું ૧૨૫ ધનુષ્યનું દેહમાન અને જઘન્ય ૧૦ સાગરોપમ ઉત્કૃષ્ટ ૧૭ સાગરોપમનું આયુષ્ય છે.
એ પાંચમી નરકની હદ ઉપર એક રજુ ઊંચી અને ૨૮ રજુ ઘનાકાર વિસ્તારમાં ચોથી અંજના (પંકપ્રભા) નામે નરક છે. જેમાં ૧,૨૦,૦૦૦ યોજનનો પૃથ્વીપિડ છે. એમાંથી ૧000 યોજન ઉપર અને ૧૦00 યોજન નીચેનો ભાગ છોડીને મધ્યમાં ૧,૧૮000 યોજનાનો પોલાર ભાગ છે. જેમાં ૭ પાથડા અને ૬ આંતરા છે. જેમાં પ્રત્યેક પાથડો 3000 યોજનાનો છે. અને પ્રત્યેક આંતરો ૧૬,૧૬૬ યોજનાનો છે. બધાંય આંતરાં ખાલી છે. અને પ્રત્યેક પાથડાના મધ્યની ૧૦૦૦ યોજનની પોલારમાં ૧૦,૦૦,૦૦૦ નરકાવાસ છે. જેમાં અસંખ્યાત કુંભીઓ અને અંસખ્યાત નારકીના જીવો છે. તેમનું દેહમાન ૬રા ધનુષ્યનું અને આયુષ્ય જઘન્ય ૭ સાગરોપમનું, ઉત્કૃષ્ટ ૧૦ સાગરોપમનું છે.
|
|૩૨
સિદ્ધ અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org