Book Title: Jain Tattvasara
Author(s): Niranjanmuni, Chetanmuni
Publisher: Niranjanmuni

View full book text
Previous | Next

Page 419
________________ કરી મોક્ષ પ્રાપ્ત કરીશ. (૧૨) જેમ લોભી વણિક ભૂખ, તરસ, ટાઢ, તાપ સહી અનેક દેશોમાં ભ્રમણ કરી માલનો સંગ્રહ કરે છે. તેને ભંડારમાં ભરી અનેક બંદોબસ્ત કરી સાચવે છે અને ભાવ વધવાની રાહ જુએ છે અને તેજીનો રંગ આવે છે ત્યારે અતિ કષ્ટ સંગ્રહેલા માલનું મમત્વ છોડી તરત તેનો પરિત્યાગ કરી દે છે અને વેચીને લાભ પ્રાપ્ત કરી લે છે તેવી જ રીતે હે જીવ ! પ્રાણપ્યારા ધન કુટુંબનો પરિત્યાગ કરી અનેક કષ્ટો સહન કરીને શરીરથી તપ, સંયમ ધર્મરૂપ જે માલ સંગ્રહ કર્યો છે અને દોષોથી બચાવી તેને સાચવ્યો છે તે માલને બદલે હવે સ્વર્ગ-મોક્ષ રૂપ લાભ પ્રાપ્ત કરવાને માટે આ મૃત્યુ રૂપ તેજીનો ભાવ આવ્યો છે, તો હવે શરીરથી મમત્વનો પરિત્યાગ કરી સ્વર્ગમોક્ષ રૂપ લાભ પ્રાપ્ત કરી લે. (૧૩) જેમ દિવસભર કરેલી મજૂરીનું ફળ શેઠ આપે છે તેવી જ રીતે જિંદગી પર્યત કરેલી કરણીનું ફળ મૃત્યુરૂપ શેઠથી પ્રાપ્ત થાય છે, તો હવે ફળ પ્રાપ્ત કરવાનો ઇન્કાર શા માટે કરે છે ? તેનો આદર કરવો જોઇએ. (૧૪) જેમ કોઇ ગૃહસ્થ શ્રીમંત બની પોતાના તૂટ્યા ફૂટ્યા જિર્ણ થઇ ગયેલા ઘરનો પરિત્યાગ કરવાને માટે ઘણું દ્રવ્ય ખર્ચાને નવી હવેલી બનાવે છે અને પછી તે તૈયાર થયેલી હવેલીમાં નિવાસ કરે છે, તેવી જ રીતે આ મારો આત્મા તપ સંયમાદિરૂપ સદ્રવ્યથી શ્રીમંત બન્યો છે. હવે આ આધિ વ્યાધિ, ઉપાધિથી પૂરિત અસ્થિ, માંસ, ચર્મમય સડન, પડન સ્વભાવવાળા ઔદારિક શરિરરૂપ ઝુંપડીનો ત્યાગ કરવાને માટે પુણ્યરૂપ દ્રવ્યના વ્યયથી તૈયાર કરેલ મનોવિંછિત રૂપોને કરી શકાય તેવી દિવ્ય દેવતાના શરીરરૂપ હવેલીમાં પહોંચાડનાર મૃત્યુરૂપ સહાયક પ્રાપ્ત થયો છે, તો હવે દેવલોક રૂપ હવેલીમાં નિવાસ કરવાને માટે હર્ષોત્સાહ પૂર્વક આ ઝુંપડીનો ત્યાગ કરવો જોઇએ. (૧૫) જેમ કોઇ રાજાને કોઇ પરચક્રી રાજાએ પકડીને કેદમાં કે કાષ્ટપિંજરમાં રાખ્યો અને ક્ષુધા, તૃષા, તાડન તર્જનાદિ દુ:ખથી પીડીત કરવા લાગ્યો. આ સમાચાર તેનો કોઈ મિત્ર રાજા સાંભળી સેના સહિત આવે અને કારાગ્રહ કે શ્રી જૈન તત્ત્વ સાર ૩૯૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474