Book Title: Jain Tattvasara
Author(s): Niranjanmuni, Chetanmuni
Publisher: Niranjanmuni

View full book text
Previous | Next

Page 463
________________ તત્વસા૨ - શ્રી જૈન તત્ત્વસાર અતિચાર નોંધ : સાતમા વ્રતના ર૦ અતિયાર છે તેમાં આ પાંચ ભોજન સંબંધી છે. (૧) સચિત્તાહારે : સચિત્ત વસ્તુનો ત્યાગ હોવા છતાં તેનો ઉપયોગ કર્યો હોય ... (ર) સચિત્તપડિબક્કા હારે : સચિત્ત વસ્તુ સાથે મળેલ અચિત્તનો આહાર કર્યો હોય .... (૩) અપ્પોલિયો સહિભખણયા : અધુરી પાકેલી વસ્તુનો આહાર કર્યો હોય .. દુષ્પોલિયો સહિભખણયા : અવિધિથી પકાવેલ વસ્તુનો આહાર કર્યો હોય ભડથું વિગેરે .... (૫) તુચ્છો સહિભખણયા: ખાવાનું થોડું ને નાખી દેવાનું ઘણું તેવી વસ્તુ વાપરી હોય દા. ત. બોર, શેરડી, સીતાફળ વિગેર .... (Y પંદર ફર્માદાન નરકાદિ દુર્ગતિના દાતા એવા મહાઆરંભ સમારંભ છાંડવા માટે શ્રાવક પંદર કર્મદાયનની વ્યાપાર કરે નહીં. (૧) ઈંગાલ કર્મો ઃ લુહાર, સુતાર, કુંભાર, ધોબી વિગેરેની ભઠ્ઠી, ચુનાના ભઠ્ઠા, ઈંટ પકાવવાના ભઠ્ઠા – નળિયા પકાવવાના ભઠ્ઠા તેમજ જંગલ બાળી કોલસા બનાવવાના અથવા પથ્થર બાળી કોલસા બનાવવાનો વ્યાપાર કરવાનો ત્યાગ. (ર) વન કમ્મ: વનના લીલા વૃક્ષો કાપવા, કપાવવા અથવા કાપવાનો ઈજારો લઈ વ્યાપાર કરવાનો ત્યાગ (૩) સાડી કર્મે : લોખંડના કે લાકડાના સામાન બનાવી વેંચવાનો ત્યાગ, ગોળ કે ગળી સડાવીને વ્યાપાર કરવાનો ત્યાગ. (૪) ભાડીકમ્મઃ જાનવરોથી ચાલતાં વાહન જેવા કે બગી, ઘોડાગાડી, ઉટગાડી, બળદગાડી, બકરાગાડી, ગધેડાગાડી ભાડે આપી વ્યાપાર કરવાનો ત્યાગ તથા બળદ – ઘોડા – ગધેડા વિગેરે ઉપર ભાર નાખી ભાડે આપવાનો ત્યાગ. (૫) ફોડી કમ્મઃ પથ્થર, કોલસા, સોના, રૂપા, લોખંડ, લિગ્નાઈટ આદિ કોઈ પણ જાતની ખાણ ખોદવા - ખોદાવવાનો વ્યાપાર નિમિત્તે ત્યાગ તથા સોપારી નાળિયેર વિગેરે ફોડવાનાં, દાળ બનાવવાના, મેંદા બનાવવાનાં કારખાનાં કરવાનો કે વ્યાપાર કરવાનો ત્યાગ. (૬) દંતવાણિજ્જઃ હાથીદાંત, કસ્તૂરી, મોતી, શીંગડા, મૃગચર્મ, નખ વિગેરે માટે જીવોની હિંસા કરવાવાળા વ્યાપારનો ત્યાગ તથા હિંસાકારી સોંદર્યપ્રસાધનો બનાવીને વેંચવાનો ત્યાગ. કેશ વાણિજે ચમરી ગાયના કેશ - પીંછા, ઉન, રેશમ, વિગેરેનો વ્યાપાર કરવાનો ત્યાગ. રસ વાણિજ્જ : મધ, માંસ, દારૂ, ચરબી, માખણ આદિ નિકૃષ્ટ રસનો વ્યાપાર કરવાનો ત્યાગ, પકૃષ્ટ રસ ગોળ, તેલ, ઘી - ખાંડ આદિનો વ્યાપાર કરવો પડે તો વરસ એકમાં – રૂ. થી વધારે વેંચવાનો ત્યાગ. (૯) લખ વાણિજ્જ : લાખ, સોરંગી, ફટકડી, ખાંખણ, મીણ, ચમડી, સાબુ નિમક - ખારો વિગેરેનો વ્યાપાર કરવાનો ત્યાગ કરવો પડે તો - રૂ. થી વધારે વેંચાણ કરવાનો ત્યાગ. ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474