Book Title: Jain Tattvasara
Author(s): Niranjanmuni, Chetanmuni
Publisher: Niranjanmuni

View full book text
Previous | Next

Page 467
________________ શ્રી જૈન તત્ત્વસાર સામાયિક વ્રત ૯/૧૦/૧૧ અને ૧૨ આ ચાર વ્રતો સંયમ ધર્મની તાલિમરૂપ હોવાથી શિક્ષાવ્રત કહેવાય છે. આત્માનું શુદ્ધસ્વરૂપ સમતામય છે. આજ દિવસ સુધીમાં સાવધકાર્ય કર્યા હોય અને તેવા ભાવો કર્યા હોય તેને વોસિસવું છું અને તેની આલોચના - નિંદા - ગર્હા કરૂં છું. સર્વથા સાવદ્યયોગના ત્યાગની પ્રેક્ટીશરૂપે અત્યારે સામાયિક અંગેના નીચેના નિયમો ધારણ કરૂં છું. રાગ દ્વેષમાં સમભાવ રાખવો તે સામાયિકનું લક્ષ્યબિંદુ છે આવી સમભાવની સાધનારૂપ ૪૮ મિનિટની (ક્રિયા) વિરતિનું નામ છે સામાયિક. દ્રવ્યથી : અશુભ અને પાપકારી વ્યાપાર (ક્રિયા) નો ત્યાગ ક્ષેત્રથી : આખા લોક પ્રમાણે કાળથી : બે ઘડી (૪૮ મિનિટ) (પરંપરા મુજબ ૧ કલાક) ભાવથી : બે કરણ ત્રણયોગે કરી છ કોટિએ પચ્ચકખાણ એક વરસમાં સામાયિક કરીશ (૧) (૨) (૩) ૨ ૨ જે ૨ ટ સામાયિક વ્રતની આરાધના વખતે સામાયિકના ડ્રેસ - સહિત ગુચ્છો - પાથરણું મુહપતિ આદિ ઉપકરણ દ્વારા વિધિવત સામાયિક કરીશ. સામાયિક દરમ્યાન આર્ટ-રૌદ્રધ્યાન, વિકથા, સંજ્ઞાનું સેવન, પૈસાનો વહીવટ તથા સંસારી કોઈ પણ કાર્યો કે વ્યવહાર કરીશ નહીં. અતિચાર મન દુપ્પણિહાણે : મનમાં ખરાબ વિચાર કરવા, દુષ્ટ ચિંતન કરવું .... વય દુપ્પણિહાણે : સાવદ્ય વચન બોલવા, દુષ્ટ વચન બોલવા કાય દુપ્પણિહાણે : કાયાને માઠી રીતે પ્રવર્તાવવી . સામાઈયસ્સ સઈ અકરાણયાએ : સામાયિક પુરૂં થયા પહેલાં પાડી લેવું તે સમાઈયસ્સ અણવિટ્ટિયસ્સ કરણયાએ સામાયિક કર્યાની સ્મૃત્તિ રહી ન હોય આ પાંચ અતિચારનું સેવન ન કરવાથી વ્રત નિર્મલ બને છે. વિશેષ નોંધ Jain Education International ૨૬ For Private & Personal Use Only .... www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 465 466 467 468 469 470 471 472 473 474