Book Title: Jain Tattvasara
Author(s): Niranjanmuni, Chetanmuni
Publisher: Niranjanmuni

View full book text
Previous | Next

Page 469
________________ - શ્રી જૈન તત્ત્વસાર વિશેષ નોંધો ૧૧ - પૌષધ વ્રત ધર્મને પુષ્ટ કરે તેને પૌષધ કહેવાય છે. એક દિવસ અને રાત (આઠ પ્રહર) વિરતિની સાધના તેને પૌષધ કહેવાય છે. અજ્ઞાન અને મોહ વશ સંસાર ભાવોનું જ પોષણ કર્યું છે તેવા ભૂતકાળમાં કરેલા ભાવોની આલોચના, નિંદા, ગર્ણ કરીને તેવા પાપના ભાવોને વોસિરાવું છું. યથાશક્તિ સમભાવના પોષણ માટે ધર્મની પુષ્ટિ માટે પૌષધવ્રતનો નિયમ ધારણ કરૂં છું. દ્રવ્યથી : સર્વ પાપકારી પ્રવૃત્તિના પ્રત્યાખ્યાન. ક્ષેત્રથીઃ આખા લોક પ્રમાણે કાળથી : જાવ અહોરરં (એક દિવસ ને રાત) ભાવથી : બે કરણ ત્રણ યોગે કરી છે કોટિએ પચ્ચકખાણ પૌષધના ચાર પ્રકાર છે :(૧) આહાર પૌષધ : સર્વથી ચોવિહારો ઉપવાસ અથવા દેશથી તિવિહારો ઉપવાસ કરવો તે. (ર) બ્રહ્મચર્ય પૌષધ : બ્રહ્મચર્યનું પાલન કરવું તે. (૩) શરીર સત્કાર પૌષધ : શરીરની સાર - સંભાળ કરવી નહીં, સ્નાન - મંજન – વિપિન આદિનો ત્યાગ, સુવર્ણ – ઝવેરાત આદિ અલંકારોના ત્યાગ. (૪) અવ્યાપાર પૌષધ સર્વ સાવદ્ય યોગના વ્યાપારનો ત્યાગ તથા સંસારનો કોઈ પણ પ્રકારના વ્યવહાર કરવો નહીં. નોંધ : આજના સૂર્યોદયથી આવતીકાલના સૂર્યોદય સુધી ર૪ કલાકનો પડિપૂર્ણ પૌષધ થાય છે. એક વરસમાં પડિપૂર્ણ પૌષધ _ _ કરવા તે ન બને તો નીચે પ્રમાણે વાળવો. (૧) ૧ – પડિપૂર્ણ પૌષધ = ૧ છઠ્ઠ (ર ઉપવાસ) ૧ - પડિપૂર્ણ પૌષધ = છૂટક પાંચ ઉપવાસ ૧ – પડિપૂર્ણ પૌષધ = પ૦ સામાયિક (૪) ૧ – પડિપૂર્ણ પોષધ = આઠ દિવસ છતે જોગે બ્રહ્મચર્યનું પાલન કરવું. (૫) ૧ - પડિપૂર્ણ પૌષધ = આઠ દિવસ લીલોતરીનો ત્યાગ પૌષધ ન થઈ શકે તો ઉપર મુજબ વાળવાની છૂટ, બિમારી વૃધ્ધાવસ્થાને પરવશપણાનો આગાર. (ર) (૩) ૨૮ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 467 468 469 470 471 472 473 474