Book Title: Jain Tattvasara
Author(s): Niranjanmuni, Chetanmuni
Publisher: Niranjanmuni

View full book text
Previous | Next

Page 470
________________ - શ્રી જૈન તત્ત્વસાર અતિચાર (૧) અપડિ લેહિય દુપ્પડિ લેહિય સેજ્જા સંથાવએ ઉઠવા - બેસવા - સુવાની ભૂમિ તથા પથારીનું બરાબર પ્રતિલેખન કર્યું ન હોય. અપ્પ મસ્જિય દુપ્પમસ્જિય સેજ્જા સંથારએઃ બેસવા - ઉઠવા તથા સુવાની ભૂમિ તથા પથારી બરાબર પૂંજી ન હોય. અપડિલેહિય દુપ્પડિ ઉચ્ચાર પાસવણ ભૂમિ : લઘુનીત વડીનીત પરઠવાની ભૂમિનું બરાબર પ્રતિલેખન કર્યું ન હોય. અપ્પમસ્જિય દુપ્પમસ્જિય ચાર પાસવણ ભૂમિઃ લઘુનીત વિડીનીત પરઠવાની ભૂમિ પંજી ન હોય, પૂંજી હોય તો બરાબર પૂંજી ન હોય ... પોસહસ્સ સમં અણાણ પાલણયા : પૌષધવ્રતને અવિધિએ આદર્યો કે પાળ્યો હોય. આ પાંચ અતિચારનું સેવન ન કરવાથી વ્રત નિર્મલ બને છે. (૫) વિશેષ નોંધ (૧૨ - અતિથિ સંવિભાગ વ્રત) સંયમ લેવો, નિર્દોષ આહાર - પાણી - વસ્ત્ર - પાત્રાદિ સુપાત્રદાન આપી સંયમમાં સહાયક થવું તથા સંયમીની અનુમોદના કરવી તેનાથી મહાનિર્જરા થાય છે. ભૂતકાળમાં સંયમીને સહાયક થવાના ભાવથી નિર્દોષ આહાર - પાણી આદિ સુપાત્ર દાન છતી જોગવાઈએ ન આપ્યું હોય, તેમના સંયમનો લુંટારો બન્યો હોઉં, સાધુ - સાધ્વીઓનો જોગ મળ્યા છતાં ઉત્કૃષ્ટ ભાવે સુપાત્રદાનનો લાભ ન લીધો હોય તો તેની આલોચના, નિંદા, ગહ કરીને તેવા ભાવોને વોસિરાવું છું અને મારા ચારિત્ર મોહનીયના ક્ષયોપશમ માટે સાધુ-સાધ્વીને સંયમમાં સહાયક બનવાની ભાવનાથી આ વ્રત સ્વીકારું છું. અને સંયમની ભૂરિ ભૂરિ અનુમોદના કરું છું. દ્રવ્યથી : પંચ મહાવ્રતધારી સાધુ - સાધ્વીજીનો યોગ મળે ચૌદ પ્રકારના સુપાત્ર દાન આહાર પાણી, વસ્ત્ર - પાત્ર, ઔષધ, પાટ - પાટલા, તથા તેમના સંયમી જીવનમાં ઉપયોગી તેમના સંયમમાં વૃદ્ધિ થાય તેવી કોઈ પણ જાતની નિર્દોષ વસ્તુ ભક્તિ – ભાવ પૂર્વક વહોરાવવી. ક્ષેત્રથી : આખા લોકમાં રહેલા કોઈ પણ પંચ મહાવ્રતધારી ચારિત્રાત્માને વહોરાવવું. ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 468 469 470 471 472 473 474