Book Title: Jain Tattvasara
Author(s): Niranjanmuni, Chetanmuni
Publisher: Niranjanmuni
View full book text
________________
શ્રી જૈન તત્ત્વસાર
(૭) કોઈને ખોટી સલાહ આપવી નહીં, પાપકારી ઉપદેશ આપીશ નહીં. (૮) દાંડીયારાસ રમીશ નહીં, ધર્મ નિમિત્તે દાંડીયારાસ વિગેરે કાર્યક્રમ કરીશ નહીં (૯) પૈસા માંડીને જુગાર રમીશ નહીં, વિડીયો ગેમ્સ રમીશ નહીં. (૧૦) જાણી જોઈને મધપૂડા તોડીશ નહીં, તોડાવીશ નહીં. (૧૧) હોળી રમીશ નહીં, સળગાવીશ નહીં. (૧૨) પતંગ ઉડાડીશ નહીં. (૧૩) ઘરમાં કે આસપાસમાં વેલ - લોન - કૂંડા - ફૂલછોડ વાવીશ નહીં (વાવેલા હોય તો તેનો ત્યાગ કરીશ
અથવા નવા લઈશ નહીં) (૧૪) ગેસ, સગડી, ઓવન, મિક્સર, લાઈટર, ઘરઘંટી, વોશિંગ મશીન આદિ જોયા - પજ્યા વિના
વાપરીશ નહીં. (૧૫) કોઈને ભેટ રૂપે હિંસાના કે મોજ શોખના સાધનો આપીશ નહીં. (૧૬) શોખ માટે પશુ – પક્ષીને પાંજરામાં પુરીશ નહીં. (૧૭) નર્તકીઓના નૃત્ય ડાન્સ કરાવીશ નહીં. (૧૮) ધુમ્રપાન, બીડી, સિગારેટ, ચલમ, હૂક્કો વિગેરે કોઈ પ્રકારનું વ્યસન કરીશ નહીં. (૧૯) શોખ માટે ઝાડ ઉપર ચડીશ નહીં કે તેની ડાળે હીંચકીશ નહીં. (ર) કામ વિકાર વધે તેવી ડીટેક્ટીવ બુકસ, બ્લ્યુ બુક્સ વાંચીશ નહીં, વૂ ફિલ્મ જોઈશ નહીં. (૨૧) કામ વાસના વધે તેવી ક્રિયા જાહેરમાં કરવી નહીં, અભદ્ર ગાળો બોલવી નહીં અને બિભત્સ પોસ્ટર
લગાડવાનો ત્યાગ. (રર) કોઈપણ જીવ ઉપર હાથથી કે કોઈ પણ શસ્ત્ર વડે પ્રહાર કરવાનો ત્યાગ (આત્મ રક્ષા નિમિત્તે કે બેન
દિકરીના શીલ બચાવવા કોઈના પર પ્રહાર કરવો પડે તો આગાર)
અતિચાર
(૧) કંદર્પે : કામવિકાર જાગે તેવી વાતો કરવાથી .... (ર) કક્કએ : બીજાને હસાવવા, જોકરજેમ હાંસી મજાક કરવા, કુચેષ્ઠા કરવાથી ..... (૩) મોહરિયે : મર્મ ભેદક વચન બોલવાથી ...... (૪) સંતાહિગરણે હિંસાકારી અધિકરણો બનાવવાથી .. (૫) ઉપભોગ, પરિભોગ અઈરતે ભોગ - ઉપભોગના સાધનો જરૂરીયાત કરતાં વધારે ભેગા કરવાથી .... આ પાંચ પ્રકારે આઠમા વ્રતમાં અતિચાર લાગે છે તેનો ત્યાગ કરવાથી વ્રત નિર્મલ બને છે.
વિશેષ નોંધ
૧૨૫ =
ર૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/80227d9b8e3f27e0e166c05301bfa0b395d20dbc22b20c7e290993a21384fc0e.jpg)
Page Navigation
1 ... 464 465 466 467 468 469 470 471 472 473 474