Book Title: Jain Tattvasara
Author(s): Niranjanmuni, Chetanmuni
Publisher: Niranjanmuni

View full book text
Previous | Next

Page 464
________________ શ્રી જૈન તત્ત્વસાર (૧૦) વિષ વાણિજ્જ: જીવ ઘાતક ઝેર સોમલ આદિ તથા ઘાતક શસ્ત્રોનો વ્યાપાર કરવાનો ત્યાગ તથા ઘાતકી શસ્ત્રો બનાવવાનો ત્યાગ તેની દલાલી આદિ કરવાનો ત્યાગ. | (૧૧) જંત પિલણ કમ્મઃ મિલ, જીન, પ્રેસ, ઘાણી, ઓઈલમિલ આદિ દોષ જનક વ્યાપાર કરવાનો ત્યાગ. આગળના હોય તો વરસે - રૂ. થી વધારે વ્યાપાર કરવાનો ત્યાગ. (૧ર) નિલ છણ કર્મે : બળદ વિગેરેને નપુંસક બનાવવાનો ત્યાગ, ઉંટ - બળદના નાક છેદવાં, ઘેટાં, બકરાના કાન ચિરવા અને મનુષ્યના કીડની આદિ અંગોપાંગ વેચવાનો વ્યાપાર કરવાનો ત્યાગ. (૧૩) દવગ્નિ દાવણયા : દાવાનલ કર્મ જાણી બુઝીને ક્યાંય પણ આગ લગાડવી નહીં. પર્વત - વન - આદિમાં આગ લગાડવી નહીં. (૧૪) સર, દહ, તલાગ પરિસોસણયા : તળાવ, સરોવર, કૂવા - નદી - વાવ આદિ જળાશયોને સૂકાવવાનો અને સુકાવવા માટે ઈજારો લેવાનો, વ્યાપાર કરવાનો ત્યાગ. (૧૫) અસઈ જણ પોસણયા : વેશ્યા, નટ, ભાંડ, ગુંડા, આદિને પોષવા નહીં તથા તેમના દ્વારા વ્યાપાર ન કરાવવો, કૂતરા, બિલાડા, બાજ, તેતર વિગેરે હિંસકજીવોને પોષવા નહીં અને તેનો વ્યાપાર કરવો. નહીં. પંદર કર્માદાનના વ્યાપાર સિવાય : (૧) કંદમૂળનો વ્યાપાર કરીશ નહીં. (ર) વિડીયોઘર બનાવીશ નહીં. (૩) વિદ્યુત પેટ્રોલ ઉત્પાદનનો વ્યાપાર કરીશ નહીં. (૪) જંતુનાશક દવા બનાવાનો કે વેંચવાનો વ્યાપાર કરીશ નહીં. (૫) ઉપગ્રહો – હવાઈ મથકો વિગેરે બનાવીશ નહીં. (૬) રેડીયો, ટી.વી., લાઈટ, પંખા વિગેરે બનાવવાનો વ્યાપાર નહીં કરું. (૭) વકિલાતનો, ન્યાયધીશનો ધંધો નહીં કરું. (૮) માં સ - ઈંડા - ચરબી વિગેરેનો વ્યાપાર નહીં કરું. (૯) કતલખાના ચલાવવાનો કે ગર્ભપાત કરી આપવાનો અને તેની દવા વેંચવાનો વ્યાપાર નહીં કરું. (૧૦) આજીવિકા માટે સોની - કડીયા - સુથાર - લુહાર - કુંભાર - કંસારા - ધોબી – હજામ - ચમાર જેવા ત્રસ જીવના ઘાતક ધંધા કરીશ નહીં. (૧૧) સાત મહાવ્યસનનું સેવન નહીં કરું અને તેનો વ્યાપાર પણ નહીં કરું. (૧ર) મેરેજ બ્યુરો નહીં બોલું. સાત મહાવ્યસન :- (૧) જુગાર રમવું (ર) માંસ ખાવું (૩) દારૂ પીવો (૪) વેશ્યાગમન કરવું (૫)પરસ્ત્રીગમન કરવું (૬) શિકાર કરવો (૭) ચોરી કરવી આ સાત મહાવ્યસનનો ત્યાગ કરવો. વિશેષ નોંધ ૨૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474