Book Title: Jain Tattvasara
Author(s): Niranjanmuni, Chetanmuni
Publisher: Niranjanmuni
View full book text
________________
શ્રી જૈન તત્ત્વસાર)
'૨. સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત
કોઈપણ પ્રકારનું જુઠું બોલવું - બોલાવવું - જુઠું બોલનારને સારું માનવું તે પણ પાપ છે. સત્યની આરાધના એ જ મારું શુદ્ધ સ્વરૂપ છે. ભૂતકાલમાં મારા આ આત્માએ જે કંઈ જૂઠના ભાવ કર્યા છે તેની આલોચના. નિંદા. ગઈ કરીને તેવા પાપના ભાવાન વોસિરાવું છું.
દ્રવ્યથી : લોકમાં નિંદા થાય, પંચમાં અપ્રતીતિ થાય, કોઈને ભારે નુકસાન થાય, કુલ જાતિ તથા ધર્મન કલંક લાગે. દેશમાં, નાતમાં, કુટુંબમાં, અશાંતિ ફેલાય તેવું જૂઠ બોલવાનો ત્યાગ કરું ક્ષેત્રથી મર્યાદિત ક્ષેત્રમાં રસ્થલ અસત્ય બોલવાનો ત્યાગ, મર્યાદિત ક્ષેત્રથી બહાર સંપૂર્ણ અસત્ય
બોલવાનો ત્યાગ. કાળથી : આ જીવન પર્યત નીચે મુજબ અસત્ય બોલવાનો ત્યાગ. ભાવથી : બે કરણ, ત્રણ યોગથી છ કોટિએ પચ્ચખાણ. કન્યાલીક: છોકરા - છોકરી ના ઉમર - ગુણ - રૂપ આદિ સંબંધી જૂઠું બોલવું નહીં. ખોડ ખાંપણવાળી કન્યા, અસાધ્ય બિમારીવાળી કન્યાની બાબતમાં કોઈની પણ સાથે વિશ્વાસઘાત કરવો નહીં, સ્પષ્ટ વાત કરવી, જૂઠું બોલી વિવાહ સંબંધ કરવા નહીં કે જેથી કોઈની જિંદગી બગડે. કોઈ મુશ્કેલીમાં
મૂકાઈ જાય તેવું કરવું નહીં. (ર) ગોવાલીક ગાય - બળદ – ઘોડા વિગેરે ચાર પગવાળા જાનવરના દૂધ – વતર કે આદત બાબત
જૂઠું બોલવું નહીં. (૩) ભૂમિઅલીક : ખેતર, પ્લોટ, મકાન, બ્લોક, ફ્લેટ, ઘર, દુકાન, ફેક્ટરી, ઓફિસ, વાડી, આદિ ભૂમિ
સંબંધી જૂઠું બોલવું નહી - બીજાની જમીન પર પોતાનો હક્ક કરી જમીન દબાવવી નહીં. (૪) થાપણ મોસો : કોઈની પણ અનામત ઓળખવી નહીં, પાછી આપવાની ના પાડવી નહીં, માલિક
લેવા ન આવે ને રહી જાય તો આગાર. (૫) ફૂટ સાક્ષી : બીજાને નુકસાન થાય તેવી જૂઠી સાક્ષી આપીશ કે અપાવીશ નહીં.
ઉપરોક્ત જૂઠ ઉપરાંત ઃ (૧) કોઈનું જીવન સંકટમાં મૂકાઈ જાય તેવું જૂઠું બોલીશ નહીં, (ર) કોઈને હાર્ટ ફેઈલ થઈ જાય કે – આઘાત લાગે અથવા આપઘાત કરવાનો પ્રસંગ આવે તેવું બોલીશ નહીં, (૩) કોઈને ફાંસી કે જન્મટીપ થાય તેવું જૂઠું બોલીશ નહીં, (૪) માતા - પિતા, ભાઈ – બહેન, શેઠ આદિ ઉપકારી કુટુંબીજનો સામે કોર્ટમાં દાવો કરીશ નહીં, (પ) કોઈના ખોટા દસ્તાવેજ બનાવીશ નહીં, (૬) ઈરાદાપૂર્વક જાણી જોઈને જૂઠું બોલીશ નહીં, (૬) સાધુ - સાધ્વીજી સાથે વાતચિત કરતા સમયે ઉપયોગ સહીત જૂઠું બોલીશ નહીં, (૭) કોઈના પર જૂઠું કલંક, આળ ચડાવીશ નહીં, (૮) કોઈને હલકા પાડવા, શર્મિદા બનાવવા, નીચા પાડવા કે દબાવવા માટે મર્મકારી જૂઠી વાણી બોલીશ નહીં, (૯) ગુપ્તવાત, મર્મવાળી વાત તથા ખોટી વાત કહીને કોઈ બે વ્યક્તિને અંદરોઅંદર ભંગાવવાના, ઝગડા કરાવવાનું કે છૂટા પાડવાનો પ્રયત્ન કરીશ નહીં, (૧૦) વેપારમાં વસ્તુના મૂલ્ય પોતાની ઈચ્છા અનુસાર માંગીશ પરંતુ કોઈ ખરીદ કિંમત પુછશે તો સત્ય બોલીશ, (૧૧) કોઈ વસ્તુ પર નફો નક્કી કર્યા બાદ જૂઠું બોલી અધિક કિંમત માંગીશ નહીં, (૧ર) તુચ્છ વસ્તુને અથવા ન વંચાતી વસ્તુને સારી કહી વૈચશી નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474