Book Title: Jain Tattvasara
Author(s): Niranjanmuni, Chetanmuni
Publisher: Niranjanmuni

View full book text
Previous | Next

Page 451
________________ શ્રી જૈન તત્ત્વસાર ઉપરના નિયમોમાં નીચે મુજબ આગાર રાખું છું : (૧) હિત બુદ્ધિથી કે બીજાને બચાવવા માટે અસત્ય બોલવું પડે તો આગાર, (ર) આવેશમાં - પરાધિનતાથી કે આજીવિકા માટે અસત્ય બોલવું પડે તો આગાર, (૩) ક્રોધ - લોભ - ભય - હાસ્ય આ ચાર અસત્ય બોલવાનાં કારણ છે તેના અતિરેકમાં અસત્ય બોલાઈ જાય તો આગાર, (૪) કોઈના દબાણથી, અચાનક વિચાર્યા વિના બોલવાથી કે બેભાનપણામાં જૂઠું બોલાઈ જાય તો આગાર. અતિચાર (૧) સહસ્સાભક્ાણે : વિના વિચારે કોઈને આઘાત પહોંચે તેવી સાહસકારી ભાષા બોલવી. (ર) રહસ્સાભક્ખાણે ઃ કોઈની ગુપ્તવાતો જાહેર કરવી, કોઈને બ્લેકમેલ કરવા પ્રયત્ન કરવો. (૩) સદારમંતભેએ : પોતાની સ્ત્રી તથા પોતાના સગા-સંબંધી આદિ વિશ્વાસુ માણસના દોષ જાહેરમાં પ્રગટ કરવા, કોઈ સ્ત્રી પુરુષના માર્મિક ભેદ પ્રગટ કરવા. (૪) મોસો વએસે ઃ ખોટો ઉપદેશ દેવો કે ખોટી સલાહ આપવી (૫) ફૂડલોહ કરણે : ખોટા લેખ લખવા, ખોટા દસ્તાવેજ કરવા ઈવ્યાદિ ..... વિશેષ નોંધ ૩. સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત કોઈ પણ જાતની ચોરી કરવી નહીં, કરાવવી નહીં, ચોરી કરતાને સારૂં માનવું નહીં. અચૌર્ય ભાવ એજ મારા આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. ભૂતકાળમાં મારા આત્માએ જે ચોરીના ભાવ કર્યા છે તેની આલોચના - નિંદા - ગર્હા કરીને તેવા પાપના ભાવોને વોસિરાવું છું. સર્વથા ચોરીનો ત્યાગ કરવો જોઈએ પણ અત્યારે મારી શક્તિ અનુસાર મોટી ચોરીનો નીચે મુજબ ત્યાગ કરું છું. દ્રવ્યથી : હું એવી ચોરી કરીશ નહીં કે જેથી સરકારી દંડ થાય, જેલમાં જવું પડે કે સમાજમાં અપમાન થાય. ક્ષેત્રથી : મર્યાદિત ક્ષેત્રની વસ્તુ માલિકની આજ્ઞા વિના લઈશ નહીં અને કોઈ પાસે ચોરી કરાવીશ નહીં, મર્યાદા કરી છે તે ઉપરાંતના (બહારના) ક્ષેત્રમાં સર્વથા ચોરીનો ત્યાગ કરું છું. १० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474