Book Title: Jain Tattvasara
Author(s): Niranjanmuni, Chetanmuni
Publisher: Niranjanmuni

View full book text
Previous | Next

Page 422
________________ ૫૦૦ શિષ્યોને પાલક પ્રધાને ઘાણીમાં પીલ્યા તેની મહાવેદના સહી. @ ઇત્યાદી મહાપુરષોએ તીવ્ર વેદનાના ઉદય સમયે સમભાવ રાખ્યો તો તેમણે તત્કાલ મુક્તિ પ્રાપ્ત કરી લીધી, તેવી જ રીતે, તું પણ સમભાવ રાખીશ તો તારું પણ શીધ્ર આત્મ કલ્યાણ થઇ જશે, તેમાં સંશય નથી. (૨૪) હે આત્મન્ ! તે નરકમાં ૧૦ પ્રકારની મહાક્ષેત્રવેદના સહન કરી છે. પરમાધામીના માર આદિ મહાકષ્ટો સહન કર્યા છે. દેવતામાં આભિયોગિક દેવ થઇને વજપ્રહારાદિ કષ્ટો સહન કર્યા છે. આમ અનાદિ કાળથી મહા દુઃખો વેઠયાં છે, તેવું કષ્ટ તો અહીં નથી જ. પરંતુ, જેટલા કર્મની નિર્જરા અનંતકાળમાં કષ્ટ સહન કરવાથી નથી થઈ તેટલી બબ્બે તેથી પણ અનંત ગણી નિર્જરા અહીં જો આ પ્રબલ વેદનાને સમભાવે સહીશ તો થઇ જશે અને તે બધા કષ્ટોથી મુક્ત થઇ પરમાનંદી પરમસુખી બની જઇશ. (૨૫) સંસારમાં જેમ લેણદેણના વ્યવહારમાં જો કોઇ કરજદાર શાહુકારને ૧૦૦ રૂપિયાનાં બદલામાં ૯૫ રૂપિયા આપીને નમ્રતાથી ફારગતી માગે તો તે આપી દે છે, અને જો તે ધૃષ્ટતા કરે તો સવાયા દામ આપવાથી પણ છૂટકારો થવો મુશ્કેલ થઈ જાય છે, તેનો નમ્રતાથી છૂટકારો કરી દે, કે જેથી થોડામાં જ તારો છૂટકારો થઈ જાય. (૨૬) “કડાણ કમ્માણ ન મોખ્ખ અસ્થિ' અર્થાત્ કૃતકર્મ ભોગવ્યા વિના છૂટકારો નથી. આ સિદ્ધાંત-વચન છે. કર્મનો બદલો દેવાને સમયે તું સમર્થ થઇને મોટું શા માટે છુપાવે છે ? વ્યાજ શા માટે વધારે છે ? સઘળા દેવાનો શીઘ્ર ચુકાદો કરી ફારેગ થઇ જવું જ સારું છે ; કે જેથી આગળ કોઇ હરકત કરે નહિ, સીધા મોક્ષમાં ચાલ્યા જવાય. (૨૭) જેવી રીતે વિચક્ષણ વણિક મહામૂલ્યવાન વસ્તુ થોડા દામમાં મળતી હોય તો ગુપચુપ હર્ષોત્સાહપૂર્વક ખરીદી લે છે, તેવી જ રીતે જે સ્વર્ગ મોક્ષનાં સુખો મુનિ મહાત્માએ દુષ્કર તપ, સંયમ, ધ્યાન મૌનાદિ કરણી દ્વારા પ્રાપ્ત @ ઉક્ત બંને સ્કંદજી અલગ જાણવા. જેમની ખાલ ઉતારી તે મહાવીર સ્વામીના સમયમાં થયા અને જેમના શિષ્યોને ઘાણીમાં પીલ્યા તેઓ શ્રી મુનિસુવ્રત સ્વામીના વખતમાં થયા. ૪૦૨ અંતિમ શુદ્ધિ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474