________________
એવો પણ અર્થ કરે છે હૃદય ભેદે એવી કથા કરવાથી જે ક્યિા લાગે છે.
તેના બે ભેદ છેઃ (૧) “સજીવ' સ્ત્રીઓને, પશુઓના વગેરેના હાવભાવ કરી, રૂપ બતાવી હર્ષ ઉપજાવનારી અગર શોક, દિલગીરી અને મૃત્યુના દેખાવ કરી ખેદ ઉપજાવનારી કથા કરવાથી લાગે તે (૨) “અજીવ વસ્ત્ર ભૂષણ વગેરેથી હર્ષ ઉપજાવનારી અગર ઝેર, અશુચિ, હથિયાર વગેરેથી શોક ઉપજાવનારી કથા કરવાથી લાગે તે.
(૧૯) અનાભોગ પ્રત્યયી (અણાભોગવત્તિયા) ક્રિયા ઃ ઉપયોગ રહિત એટલે જતના વિના કામ કરવાથી જે ક્રિયા લાગે તે
તેના બે ભેદ છે : (૧) વસ્ત્ર, પાત્ર વગેરે સાધનો વગર જોયે, અસાવધાનપણે ગ્રહણ કરે તેમ જ જ્યાં ત્યાં રાખે તેથી ક્રિયા લાગે તે, (૨) વસ્ત્ર, પાત્ર વગેરે સાધનોનું અસાવધાનપણે પડિલેહણ કરે, પૂંજે તેની ક્રિયા લાગે તે (શાસ્ત્રમાં કહ્યું છે કે સાધુ અજતનાથી ક્રિયા કરે તેમાં કદાચ કોઈ જીવની હાનિ ન થાય તો પણ તેને હિંસક કહેવો; અને જતના ઉપયોગથી ક્રિયા કરતાં છતાં કોઈ જીવની અજાણમાં હિંસા થઈ જાય તો પણ તેને દયાળુ કહેવો.)
(૨૦) અણવર્કનવરિયા ક્રિયાઃ હિંસામાં ધર્મ દર્શાવે, તપ, સંયમ વગેરે મહિમા વધારવા માટે કરે, આ લોક, તથા પરલોક વિરધ્ધનાં કામો કરવાથી જે ક્રિયા લાગે છે, બીજો એવો પણ અર્થ થાય છે કે કોઈ કામ કરવાની અભિલાષા નથી પણ સ્વભાવ બળે તે થઈ જ જાય. જેમકે વસ્ત્ર મેલા કરવાની ઇચ્છા નથી, છતાં કપડાં પડ્યાં પડયાં પણ મલિન અને જિર્ણ થઈ જાય.
તેના બે ભેદ છે : (૧) પોતાના શરીરથી હલન ચલન વગેરે કામ કરતાં લાગે તે, (૨) કલેશને વશ થઈ પોતાના હાથથી પોતાના શરીરનો ત્યાગ કરતાં લાગે છે, ન કરવા જેવું કોઈ પણ કામ કરવાથી આ ક્રિયા લાગે.
(૨૧) અણાપઓગવત્તિયા ક્રિયાઃ બે વસ્તુઓનો સંજોગ મેળવી આપવાની પોતે દલાલી કરે તેથી જે ક્રિયા લાગે છે.
તેના બે ભેદ છે : (૧) “સજીવ” સ્ત્રી પુરુષનો, ગાય બળદનો, વગેરેનો સંજોગ મેળવી આપવાની દલાલીથી (૨) “અજીવ” વેપાર, કરિયાણું, ભૂષણ, વસ્ત્ર વગેરેની દલાલી કરવાથી જે ક્રિયા લાગે છે. પાપ કર્મની દલાલીથી બચવું જોઈએ. બીજો એવો અર્થ છે કે અસાવધાનપણે પાપકારી
શ્રી જૈન તત્વ સાર
૨૦૯
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org