________________
(૮) “અણારંભપડિમા' - આઠ મહિના પર્યત સમકિત, વ્રત, સમાયિક, પૌષધ, નિયમ, બ્રહ્મચર્ય, સચિત પરિત્યાગપૂર્વક છ કાયનો સ્વયં આરંભ કરે નહિ.
(૯) “પેસારંભ પડિમા' - નવ મહિના સુધી સમકિત, વ્રત, સામાયિક, પૌષધ, નિયમ અને બ્રહ્મચર્ય સચિત ત્યાગ અને અણારંભ પૂર્વક છકાય જીવોનો આરંભ અન્ય પાસે પણ કરાવે નહિ.
(૧૦) ઉદિષ્ટભક્ત પડિમા''- દસ મહિના સુધી સમકિત, વ્રત, સામાયિક, પૌષધ નિયમ અને બ્રહ્મચર્ય સચિત ત્યાગ, અણારંભ અને પેસારંભ પરિત્યાગ પૂર્વક પોતાના માટે બીજા કોઇએ છ કાયનો આરંભ કરી વસ્તુ બનાવેલી હોય તેને ગ્રહણ ન કરે. તેમજ તે હેરકટીંગ કરાવે છે અથવા કેશ રાખે છે. હું જાણું છું કે હું નથી જાણતો એ બે ભાષા બોલવી તેને કહ્યું છે.
(૧૧) “સમણ ભૂય પડિમા' - સમ્યકત્વાદિ ૧૦ બોલપૂર્વક ૧૧ મહિના સુધી જૈન સાધુનો વેષ ધારણ કરે. ત્રણ કરણ ત્રણ યોગથી સાવદ્ય કર્મનો ત્યાગ કરે. મસ્તક, દાઢી અને મૂછનો લોચ કરે, શિખા(ચોટલી) રાખે, શક્તિ ન હોય તો હજામત પણ કરાવે, રજોહરણની દાંડી પર કપડું ન બાંધે, ખુલ્લી દાંડીનો રજોહરણ રાખે, ધાતુના પાત્ર અને સ્વજાતિમાં ભિક્ષાવૃત્તિથી ૪૨ દોષ રહિત આહારપાણી આદિ જે વસ્તુની જરૂર હોય તેને ગ્રહણ કરે. કોઇ ગૃહસ્થ સાધુ અથવા મહારાજ આદિ શબ્દથી સંબોધન કરે ત્યારે સ્પષ્ટ કહી દે કે, હું સાધુ નથી, પણ પડિમાધારી શ્રાવક છું’ ભિક્ષાવૃત્તિથી ગ્રહણ કરેલા આહાર આદિને ઉપાશ્રય આદિ સ્થાનકમાં લાવીને મૂચ્છ રહિત ભોગવે.
આ પ્રમાણે ૧૧ પ્રતિમાનું પાલન કરવામાં પાકે વર્ષ લાગે છે. પછી શારીરિક શક્તિ ક્ષીણ થઇ જાય, આયુષ્યનો અંત નજીક જણાય તો સંથારો કરી દે. અને આયુષ્ય અધિક હોય તો દીક્ષા લેવી હોય તો દીક્ષા લે.
પૂર્વોક્ત પ્રકારથી (૧) જઘન્ય શ્રાવક સમકિતી કહેવાય છે. (૨) મધ્યમ શ્રાવક વ્રતધારી કહેવાય છે. અને (૩) ઉત્કૃષ્ટ શ્રાવક પડિમાધારી
|
શ્રી જૈન તત્વ સાર
૩૮૩
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org