________________
પ્રકરણ ૭.....અંતિમ શુદ્ધિ અધિકાર
मृत्युमार्ग प्रवर्तस्य वीतरागो ददातु मे । समाधिबोध पाथेयं, यावन्मुक्तिपुरी पुरः || (મૃત્યુ મહોત્સવ)
'
અર્થાત જેવી રીતે પરદેશમાં રહેલા પોતાના પુત્રને ઘેર બોલાવવાને માટે દયાળુ પિતા પુત્ર દ્વારા રસ્તાની માહિતી આપે છે અને ખરચીને માટે દ્રવ્ય પણ મોકલે છે, કે જેથી તે સુખે સુખે રસ્તો પસાર કરી ઘેર પહોંચી શકે. તેવી જ રીતે, હે પરમ દયાળુ પિતા વીતરાગદેવ ! હું પણ મૃત્યુમાર્ગમાં પ્રવૃત્ત અને મુક્તિપુરી પ્રાપ્ત કરવાનો અભિલાષી છું; એટલા માટે આપ મારા ઉપર કૃપા કરીને મુક્તિને સુખેથી પ્રાપ્ત કરી શકું એવી ચિત્તની સમાધિ અને જ્ઞાનાદિ ત્રણ રત્નરૂપ બોધનું ભાથું આપીને મુક્તિપુરીમાં મને તેડાવી લો.
મૃત્યુનાં ૧૭ પ્રકાર
(૧) ઉત્પન્ન થયા પછી પ્રતિસમય આયુષ્ય ઓછું થતું જાય છે તે આવિચિ મૃત્યુ. (૨) વર્તમાન કાળમાં જે શરીરરૂપ પર્યાય પ્રાપ્ત થઇ છે તેનો અભાવ થાય તે ‘તદ્ભવ મૃત્યુ’
(૩) ગતભવમાં આયુબંધ કરી અહીં ઉત્પન્ન થયા તે આયુ અહીં પૂર્ણ થાય તે ‘અવધિ મૃત્યુ’
(૪) સર્વથી અને દેશથી આયુ ક્ષીણ થાય તથા બંને ભવમાં એક જ પ્રકારનું મૃત્યુ થાય તે ‘આદ્યંત મૃત્યુ'
(૫) ઝેરથી, શસ્ત્રથી, અગ્નિથી, પાણીથી, પહાડથી પડીને ઇત્યાદિ પ્રકારથી આત્મઘાત કરી મરે, તથા જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના રહિત અજ્ઞાનતાથી મૃત્યુ પામે તે ‘બાલ મૃત્યુ'
(૬) સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યચારિત્ર સહિત સમાધિભાવથી આયુષ્ય પૂર્ણ થાય તે ‘પંડિત મૃત્યુ'
Jain Education International
શ્રી જૈન તત્ત્વ સાર
For Private & Personal Use Only
|૩૮૫
www.jainelibrary.org