________________
(૪) સંથારો - મૃત્યુના બિછાનામાં છેલ્લી વખતનું શયન કરવા સજ્જ બને તે. (૫) સંલેખના - માયા, નિદાન અને મિથ્યાત્વ એ ત્રણે શલ્યની આલોચના, નિંદણા, ગર્હણા કરી શુદ્ધ બને તે, ઇત્યાદિ નામ સકામ મરણનાં કહ્યાં છે.
શ્રાવકના સંથારાની વિધિ
મૃત્યુનો ભરોસો નથી, કોઇ વખતે અણચિંતવ્યુ મૃત્યુ થતાં આત્મા ખાલી હાથે પરભવમાં ચાલ્યો જાય એવો ડર લાવીને, ધર્માત્મા સદૈવ વખતે ઇત્વર (અલ્પ) કાળને માટે અર્થાત્ જાગૃત થતાં સુધીનાં અને કદાચ નિદ્રામાં જ મૃત્યુ થઇ જાય તો યાવજ્જીવનનાં પ્રત્યાખ્યાન કરી લે છે તેને સાગારી X સંથારો કહે છે. તે આ પ્રમાણે કરી શકાય છે.
શયન કરતાં પહેલાં નવકા૨, તિષ્ણુત્તો, ઇરિયાવહી તથા તસઉત્તરીનો પાઠ કહી ચાર લોગસ્સનો કાઇસ્સગ કરે, પછી એક લોગસ્સે પ્રગટ કહી બે હાથ જોડી કહે કે, – “ભષ્યંતિ, ડઋન્તિ, મારંતિ કિંવિ ઉવસગ્ગેણં મમ આઉ અંતે ભવંતિ તથા શરીર સંબંધ મોહ મમત્ત અડ્ડારસ પાવઠ્ઠાણું ચઉવિહં પિ આહાર વોસિરે સુહ સમાહિએણે નિદ્દા વઇક્કતિ તઓ આગાર” અર્થાત્ - નિદ્રામાં કદાચિત્ સર્પ સિંહાદિ ભક્ષણ કરી લે તેથી મૃત્યુ થઇ જાય, અગ્નિ પ્રયોગથી ભસ્મીભૂત થઇ જાઉં. પાણીમાં તણાઇ જાઉં, શત્રુ આદિ મારી નાખે, આયુષ્ય પૂર્ણ થતા મરી જાઉં, તથા અન્ય કોઇપણ ઉપસર્ગ દ્વારા મારા આયુષ્યનો અંત થઇ જાય, તો મારો શરીર સંબંધ, મોહ, મમત્વ, ૧૮ પાપસ્થાનક અને ચાર પ્રકારના આહાર ભોગવવાનો ત્યાગ કરું છું. અને જો સુખે સમાધિએ જાગૃત થઇ જાઉં તો હું સર્વ પ્રકારે ખુલ્લો છું.
પછી નવકાર મંત્રનું સ્મરણ કરતો થકો શયન કરે. જાગૃત થયા બાદ પૂર્વોક્ત પ્રકારે ૪ લોગસ્સનો કાઉસગ્ગ કરી કહે છે કે - “પડિક્કમામિ પગામસિજ્જાએ જાવ જો મે રાઇ અઇચારો કઓ તસ્સ મિચ્છામિ દુક્કડં” પછી સાગારી અણસણનું પચ્ચખ્ખાણ પારતાં આ પ્રમાણે બોલે. “સાગારી અણસણનાં
X સંક્ષેપમાં સાગારી સંથારો નીચેના એક દોહરાથી થઇ શકે છે. આહાર શરીર ને ઉપધિ, પચ્ચક્ષુ પાપ અઢાર, મરણ આવે તો વોસિરે જીવું તો આગાર.
શ્રી જૈન તત્ત્વ સાર
૩૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org