________________
પ્રદકર્મ છે. આ ત્રણે પ્રકારનાં નિંદનીય કર્મોનો પરિત્યાગ કરી શ્રાવક જગજ્જનોનો પ્રીતિપાત્ર બને છે.
(૫) અક્રૂર હોય : ક્રૂર સ્વભાવ અને ક્રૂર દૃષ્ટિનો પરિત્યાગ કરી સરળ સ્વભાવી અને ગુણગ્રાહી થાય. પરાયા છિદ્ર જોનારાનું ચિત્ત હંમેશા મલિન રહે છે. તેથી છિદ્રો કદી પણ જુએ નહિ, અને પોતાના અવગુણોને જોતા રહે, જેથી સ્વભાવ નમ્રભૂત બની જાય છે.
(૬) ભીરુ હોય : લાંકોપવાદથી, કર્મબંધથી તથા નરકાદિ દુર્ગતિનાં દુ:ખોથી હંમેશા ડરતો રહે. પાપકર્મનું તેમજ લોવિરૂદ્ધ કાર્યોનું આચરણ કરે નિહ. (૭) અશઠ હોય : મૂર્ખને સારીમાઠી વસ્તુનો વિવેક હોતો નથી. તેથી તે ઘણી ગરબડ કરી દે છે, પાપના કાર્યને પુણ્યનું અને પુણ્યના કાર્યને પાપનું સમજી બેસે છે પણ શ્રાવક પુણ્ય અને પાપનાં ફળને પૃથક્ સમજી અધર્મ તથા પાપને ઘટાર્ડ અને ધર્મ તથા પુણ્યની વૃદ્ધિ કરતો રહે, તે ઠગ ન હોય, શઠ-લુચ્ચો ન હોય.
(૮) દક્ષ હોય : શ્રાવક ઘણો વિચક્ષણ હોય દૃષ્ટિ માત્રથી જ મનુષ્યને તથા કાર્યને સમજી જાય. સમયોચિત કાર્ય કરવાવાળો હોય અને પાખંડીઓના છળથી કદી પણ છેતરાય નહિ એવી હોશિયારી રાખે.
(૯) લજ્જાવંત હોય : અનંતજ્ઞાનીની તથા મહાપુરુષોની લજ્જા રાખતો થકો ગુપ્ત કે પ્રગટ કુકર્મોનું આચરણ કદી પણ કરે નહિ, વ્રતોનો ભંગ કરે નહિ, લજ્જા સર્વગુણોના ભૂષણરૂપ કહી છે. પાપી કામ કરતા લાજે.
(૧૦) દયાવંત હોય : ધર્મનું મૂળ દયા છે એમ જાણી સર્વ જીવો ઉપર દયા કરે. દુઃખી ♦ જોઈને અનુકંપા લાવે; યથાશક્તિ સહાય કરી દુઃખમાંથી બચાવે મોતના પંજામાંથી છોડાવે.
(૧૧) મધ્યસ્થ હોય : સારી કે માઠી વાતો સાંભળીને અથવા ભલી બુરી વસ્તુ ને જોઈ રાગ તથા દ્વેષમય પરિણામ કરે નહિ. તેવી જ રીતે, કોઈ પણ પદાર્થની
• जयं निजः परो वेति गणना लघुचेतसाम् । उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ॥
અર્થ : આ મારું આ બીજાનું આવો વિચાર તુચ્છ બુદ્ધિવાળાને હોય છે. ઉદારચરિત મનુષ્યતો પૃથ્વીના સમસ્ત પ્રાણીઓને પોતાના કુટુંબ સમાન જ સમજે છે.
શ્રી જૈન તત્ત્વ સાર
૩૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org