________________
જૂઠ્ઠું બોલવાથી સદ્ગુણોનો નાશ થાય છે. કોઈ વિશ્વાસ કરતું નથી, મંત્ર તંત્ર આદિ નિષ્ફળ જાય છે. કમોતે મરવાનું થાય છે. ગપ્પી, લંપટ, લુચ્ચો, બદમાશ આદિ નામોથી સંબોધે છે. મૃત્યુ બાદ પરલોકમાં તે મુંગો, તોતડો, કટુભાષી, દુર્ગંધયુક્ત મુખવાળો, મોઢાના અનેક રોગોથી ગ્રસ્ત બને છે. નરકગતિના પરમાધામી તે મુખમાં સીસુ રેડે છે. જીભ ખેંચી કાઢે છે, ઇત્યાદિ જૂઠવચનના માઠા ફળને જાણીને સુજ્ઞ જીવોએ જૂઠનો સર્વથા પરિત્યાગ કરવો જોઈએ.
સત્ય સઘળાં સદ્ગુણોને ખેંચી લાવે છે. જૂઠથી ઉંધુ સમજવું. કહેવત છે કે “સત્ય કી બાંધી લક્ષ્મી ફિર મિલેગી આય” ધર્મના સર્વોત્તમ ફળનો દાતા જ્ઞ સત્ય જ છે.
ત્રીજું અણુવ્રત
થૂલાઓ અદિન્નાદાણાઓ વેરમણં
સાધુની જેમ સર્વથા પ્રકારે અણદીધી વસ્તુ ગ્રહણ કરવાથી અર્થાત્ ચોરીથી નિવર્તવું ગૃહસ્થને માટે મુશ્કેલ છે. કારણ કે ધૂળ, કાંકરાં, તૃણ આદિ નિર્માલ્ય વસ્તુઓ ગ્રહણ કરતી વખતે ગૃહસ્થ કોઈની આજ્ઞા મેળવવાની દરકાર કરતા નથી તેમજ ખરીદીને લાવેલી વસ્તુ કદાચિત્ સામાની નજરચૂકથી થોડી અધિક આવી ગઈ હોય તો તે પાછી આપવા પણ કોઈ ભાગ્યે જ જાય છે. આમ સંસાર વ્યવહારના અનેક કામોમાં નાની નાની ચોરીના દોષ સેવાઈ જાય છે.
-
આ પ્રકારની ચોરીઓ યદ્યપિ લોક વિરૂદ્ધ ગણાતી નથી. તથાપિ લોકોત્તર વિરૂદ્ધ તો અવશ્ય છે. આનાથી બચાય તો ઘણી સારી વાત છે નહિ અથર્વ વેદ મંડુતોપનિષદમાં કહ્યું છે કે સત્યમેવ નયતે નામૃત અર્થાત્ સત્યનો જ જય થાય છે અસત્યનો નહિ.
नास्ति सत्य समो धर्मो न सत्याद्विद्यते परं ।
ન હિ તીવ્રતનું વિચિત્રૃતાહૈિં વિદ્યતે ॥ (મહાભારત આદિપર્વ) જગતમાં સત્ય સમાન કોઈ ધર્મ નથી અને સત્યથી કોઈ શ્રેષ્ઠ નથી અને અસત્ય સમાન કોઈ પાપ નથી તેના જેવું કોઈ બૂરું પણ નથી. સત્ય પ્રતિષ્ઠાયામ્ ક્રિયાનાશ્રયત્વમ્ (પાતંજલ યોગદર્શન)
સત્ય સિદ્ધ થતાં અર્થાત્ સત્યનું યથાર્થ આચરણ કરતા ક્રિયાના ફળની સિદ્ધિ થાય છે. એટલે કે સત્ય આચરનાર જે કંઈ કહે તે પ્રમાણે ક્રિયાનું પરિણામ આવે છે.
શ્રી જૈન તત્ત્વ સાર
|૩૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org