________________
પર્વત જેટલું પાપ તો રોકાઇ જાય છે અને ફક્ત રાઈ જેટલું પાપ રહી જાય છે. તેમજ શારીરિક માનસિક સુખ શાંતિથી પોતાનું જીવન વ્યતિત કરી ભવિષ્યમાં સ્વર્ગ અને મોક્ષના અનંત સુખોનો ભોક્તા બને છે.
આઠમું અનર્થ દંડ વિરમણ વ્રત
દંડ બે પ્રકારના કહ્યા છે (૧) અર્થ દંડ અને (૨) અનર્થ દંડ (૧) શરીર, કુટુંબ આદિ આશ્રિતોનું પાલન પોષણ કરવાને છકાય જીવોનો આરંભ કરવો પડે છે તે અર્થ દંડ કહેવાય છે. (૨) વિના કારણ તથા જરૂરતથી વધારે પાપ કરવામાં આવે છે તેને અનર્થ દંડ કહેવાય છે.
અનર્થ દંડની અપેક્ષાએ અર્થ દંડમાં પાપ ઓછું હોય છે. કેમકે તે કર્યા વિના સંસારનું ગાડું ચલાવવું મુશ્કેલ છે એટલા માટે અર્થ દંડ શ્રાવકે કરવો પડે છે છતાં પણ તેમાં અનુરક્ત બનતો નથી. જે કામમાં આરંભ થાય છે તે કરતા થકા અનુકંપા અને વિવેક રાખે છે અને અવસર આવ્યું ત્યાગવાની અભિલાષા સેવે છે. અને જેમાં પોતાનો કશો સ્વાર્થ ન હોય એવા હિંસાદિ પાપ બનતા સુધી શ્રાવક કરતા નથી.
અનર્થ દંડના મુખ્ય ૪ પ્રકાર કહ્યા છે.
(૧) અપધ્યાનાચરિત : ખોટા વિચાર કરે. જેવાંકે, (૧) ઇષ્ટકારી (સ્ત્રી, પુત્ર, સ્વજન, મિત્ર, ખાન, પાન, વસ્ત્ર, ભૂષણ આદિ) પદાર્થોનો સંયોગ મળે ત્યારે આનંદમાં તલ્લીન બનીને હર્ષિત થવું અને ધન સ્વજનાદિના વિયોગે હાય હાય કરવું, માથું કૂટવું તેને આર્તધ્યાન કહે છે.
(૨) હિંસાના, જૂઠના, ચોરીના કામમાં તથા ભોગોપભોગના સંરક્ષણના કામમાં આનંદ માનવો, દુશ્મનોની ઘાતનું કે નુકશાનનું ચિંતન કરવું તેને રોદ્ર ધ્યાન કહે છે.
શ્રી જૈન તત્વ સાર
૩૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org