________________
આઠમા વ્રતનાં ૫ અતિચાર
(૧) કંદપ્પે : કંદર્પ - કામોત્પાદક કથા કરે. જેમકે સ્ત્રીઓ સમક્ષ પુરુષના અને પુરુષ સમક્ષ સ્ત્રીના હાવભાવ, વિલાસ, ખાન, પાન, શૃંગાર, ભોગોપભોગ, ગમનાગમન, હાંસી, મશ્કરી, ગુપ્ત અંગોપાંગનું વર્ણન ઇત્યાદિ વિકારોત્પાદક કથાઓ કરવાથી, કહેનાર અને સાંભળનાર સર્વને વિકાર ઉત્પન્ન થાય. અનેક પ્રકારની માઠી કલ્પનાઓ જન્મ પામે, કુકર્મ કરવા પ્રેરાય ઇત્યાદિ અનર્થ થવાથી અતિચાર લાગે છે.
(૨) કુક્કુઇએ : કૌકુચ્ય અર્થાત્ કુચેષ્ટા, જેમકે ભ્રકુટી ચડાવવી, આંખના ઇશારા, હોઠ વગાડવા, નાક મરોડવું, મુખ મલકાવવું, હાથ પગની આંગળી વગાડવી, હાથ પગ નચાવવા, દીન વચન અથવા બિભત્સ શબ્દોચ્ચાર કરી વિકારોદ્ભવ થાય તેવી અંગચેષ્ટા કરી તેવીજ રીતે હોળીના તહેવારમાં નગ્ન પૂતળું બેસાડવું, નગ્ન રૂપ ધારણ કરી બિભસ્ત નૃત્ય ગાનાદિ કરવા, કામ વિકારની વૃદ્ધિ થાય એવા નૃત્ય કરવા વગેરે પ્રવૃત્તિથી અતિચાર લાગે છે.
(૩) મોહરિએ : મૌખર્ય, લુચ્ચાઈ આદિથી મુખનું નિરર્થક વાચાળપણું બહુ બોલવાપણું અથવા વે૨ીની જેમ વચન બોલે જે વચન બોલવાથી પોતાના તથા ૫૨ના આત્મગુણોનું દ્રવ્યનું કે મનુષ્યનું નુકશાન થાય, અસંબદ્ધ વચન બોલે, વચનની ચપળતા કરે, ગાળો દે, તુચ્છ વચનો બોલે, ઇત્યાદિ ખરાબ વચનોચ્ચાર કરે તો અતિચાર લાગે, આવા વચનો બોલવાથી જગતમાં નિંદા થાય, ઝઘડાં થાય, મારામારી વગેરે અનેક આપત્તિ ઉત્પન્ન થાય છે. આવા કૃત્ય અજ્ઞાની માણસો જ કરે છે અજ્ઞાનીની દેખાદેખીથી શ્રાવક આવું કૃત્ય કરે જ નહિ છતાં કરે તો તેને અતિચાર લાગે છે.
(૪) સંજીત્તાહિગરણે : સંયુક્તાધિકરણ - અર્થાત શસ્ત્રોનો સંબંધ મેળવે. જેમ કે ખાણિયો હોય તો સાંબેલું અને સાંબેલું હોય તો તે ખાણિયો નવો બનાવે. ઘંટીનું એક પડ હોય તો બીજુ પડ બનાવે, ચપ્પુ, છરી, તલવાર, વગેરેને હાથા કે મુઠ બનાવે. ધાર બુઠ્ઠી થઈ ગઈ હોય તો તિક્ષ્ણ બનાવે, કુહાડી, ભાલા,
શ્રી જૈન તત્ત્વ સાર
|૩૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org