________________
(૩) અપ્પઉલિઓસહિ ભખ્ખણયા: કાચી કેરી, કેળા વગેરે પકાવવા માટે ઘાસ આદિમાં દબાવી મુક્યા પરંતુ પુરતા પાક્યાં નહિ તેમજ શાક પૂરું ચડાવ્યું નહિ કંઈક સચેત કંઈક અચેત હોય તેવું ઉતારી લીધું. ઘઉં, ચણા, બાજરો, મકાઈ વગેરેનો પોક ઘાસના અગ્નિમાં શેકીને પાડે. તેમાં પણ ઘણાં દાણા સચેત રહી ગયા હોય તેને અચેતની બુદ્ધિથી ખાઈ જાય તો અતિચાર લાગે. (૪) દુપ્પઉલિઓસહિ ભખ્ખણયા: જેવડુ બહુ પાકીને બગડી ગઈ હોય. સડી ગઈ હોય, વાસી થઈ ગઈ હોય, ત્રસ જીવ ઉત્પન્ન થઈ ગયા હોય અથવા ભડથું કરી દુષ્ટ રીતે પકાવેલ હોય એવી વસ્તુ ખાય તો અતિચાર લાગે. (૫) તુચ્છસહિ ભખ્ખણયા : શેરડી, સીતાફળ બોર આદિ જેમાં ખાવાનું થોડું અને ફેંકી દેવાનું ઘણું તે ખાય તો અતિચાર લાગે.
કર્મ (વ્યાપાર) સંબંધી ૧૫ અતિચાર
(૧) અંગાર કર્મ : કોયલા વેંચવાનો વેપાર તથા લુહાર, સુતાર કુંભાર, હલવાઈ, ભાડભુંજા, ધોબી, કંસારા, મિલ, કારખાના વગેરે જે વેપાર અગ્નિ ના આરંભથી થાય છે તે. (૨) વન કર્મ બાગ બગીચા, વાડી આદિમાં ફળ ફૂલ, શાકભાજી વગેરે ઉત્પન્ન કરી વેંચે, બકાલાનો વેપાર કરે તથા વનમાંથી ઘાસ, લાકડા, કંદમૂળ આદિ લાવીને વેંચે, વૃક્ષાદિનું છેદન કરી લાકડાનો વેપાર કરે. (૩) શકટ કર્મઃ ગાડા, ગાડી, રથ, ઘોડાગાડી, મ્યાના, પાલખી, નાવ ઇત્યાદિ બનાવીને વેંચે તથા તેના ઉપકરણ પૈડા વગેરે વેંચે. (૪) ભાટક કર્મ : ઊંટ, ઘોડા, ગધેડા, બેલગાડી, જહાજ આદિ અન્યને ભાડે આપે તે ભાડી કર્મ. (૫) સ્ફોટ કર્મઃ ખાણ, કૂવા, તળાવ, ખેચર આદિ ખોદવા, ખોદાવવાના વેપાર કરે તે ફોડી કર્મ
આ શેરડીના છોતા, સીતાફળના બીજ, રસ્તામાં ફેંકી દેવાથી કીડીઓ તથા માખીઓનો કચ્ચરઘાણ નીકળી જાય છે. તેનો બચાવ કરવો.
શ્રી જૈન તત્ત્વ સાર
૩૫૫
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org