________________
ચાર પ્રમાણનું વર્ણન
જેના વડે વસ્તની વસ્તુતા સિધ્ધ થાય તેને પ્રમાણ કહે છે. નય અને પ્રમાણ બંને જ્ઞાન જ છે. વસ્તુના અનેક ધર્મોમાંથી જ્યારે કોઈ એક ધર્મ દ્વારા વસ્તુનો નિર્ણય કરવામાં આવે ત્યારે નય કહેવાય અને અનેક ધર્મ દ્વારા વસ્તુનો અનેક રૂપથી નિશ્ચય કરવામાં આવે ત્યારે તે પ્રમાણ કહેવાય.
નય વસ્તુને એક દૃષ્ટિએ ગ્રહણ કરે છે અને પ્રમાણ એને અનેક દૃષ્ટિથી ગ્રહણ કરે છે.
પ્રમાણ ચાર છે. (૧) પ્રત્યક્ષ પ્રમાણ, (૨) અનુમાન પ્રમાણ (૩) આગમ પ્રમાણ અને ૪) ઉપમા પ્રમાણ
(૧) પ્રત્યક્ષ પ્રમાણ : વસ્તુનું પ્રત્યક્ષપણે જ્ઞાન થાય તે. તેના બે પ્રકાર (૧) ઇન્દ્રિય પ્રત્યક્ષ પ્રમાણ (૨) નોઇન્દ્રિય પ્રત્યક્ષ પ્રમાણ તેમાં ઇન્દ્રિય પ્રત્યક્ષના બે પ્રકાર : (૧) નિવૃત્તિ અને (૨) ઉપકરણ તેમાં નિવૃત્તિના વળી બે પ્રકાર (૧) આપ્યંતર નિવૃત્તિ - તે જે નેત્રાદિ ઇન્દ્રિયની આકૃતિ રૂપ બનીને સ્વસ્થાનમાં આત્મપ્રદેશો રહે તે. અને (૨) બાહ્ય નિવૃત્તિ -તે, જે નામ કર્મના ઉદયથી પાંચે ઇન્દ્રિયના આકાર રૂપ પુદ્ગલસમૂહ આત્મપ્રદેશની સત્તાને અવગાહ્યા કરે તે.
હવે બીજું ઉપકરણ (ઉપકારી હોય તે) તે પણ બે પ્રકારનું છે : (૧) આપ્યંતર ઉપકરણ- તે જે નેત્રોમાં કૃષ્ણ શ્વેત મંડલ છે તે, અને (૨) બાહ્ય ઉપકરણ તે જે ધૂપ, તૃણ આદિથી આંખોનું રક્ષણ કરી રહે છે પોપચાં, પાંપણ વગેરે.
ભાવઇન્દ્રિયના પણ બે પ્રકાર છે ઃ (૧) લબ્ધિ - તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જે ઇન્દ્રિયોમાં જાણવાની શક્તિ પ્રકટે તે; અને (૨) ઉપયોગ - તે જે લબ્ધિના સામર્થ્યથી આત્મા ઇન્દ્રિયોના વિષયમાં પ્રવૃત્ત થાય; અર્થાત્ સમયસર ઇન્દ્રિયો યથોચિત્ત કામ આપે જેમકે (૧) શ્રોતેન્દ્રિય = સાંભળવાનું (૨) ચક્ષુરિન્દ્રિય = દેખવાનું (૩) ઘ્રાણેન્દ્રિય = સૂંઘવાનું, (૪) રસનેન્દ્રિય = સ્વાદ ચાખવાનું અને (૫) સ્પર્શેન્દ્રિય = શીત, ઉષ્ણ વગેરે સ્પર્શ જાણવાનું કામ આપે છે.
તેમાંથી (૧) એકેન્દ્રિયના સ્પર્શેન્દ્રિયનો વિષય ૪૦૦ ધનુષ્યનો છે.
|૨૨૮
નિક્ષેપ અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org