________________
(૫) દેશવિરતિ ગુણસ્થાનક પૂર્વોક્ત ૭ પ્રકૃતિનો ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષય કરે અને અપ્રત્યાખ્યાનાવરણીયના ચોકનો ક્ષયોપશમ કરે. પ્રકૃતિઓનો ક્ષયોપશમ આદિ કરીને શ્રાવકનાં ૧૨ વ્રત ૧૧ પ્રતિમા (પ્રતિજ્ઞા), નવકારશી આદિ છમાસી તપ ઇત્યાદિ ધર્મ ક્રિયામાં યથાશક્તિ ઉદ્યમવંત રહે તે જીવ જો પડિવાઈ ન થાય તો જઘન્ય ત્રીજે ભવે ઉત્કૃષ્ટ ૧૫ ભવે મોક્ષ જાય.
(૬) પ્રમત્તસંયતિ ગુણસ્થાનક : પૂર્વોક્ત ૧૧ પ્રકૃતિ અને પ્રત્યાખ્યાનાવરણીય કષાયના ચોકનો ક્ષયોપશમાદિ કરી સાધુ બને, પરંતુ દૃષ્ટિચપળ ભાવચપળ, ભાષાચપળ અને કષાયચપળ એ ચારેની ચપળતાને લીધે પ્રમાદ રહે અને શુધ્ધ સાધુવ્રતનું પાલન કરી ન શકે તે જીવ જઘન્ય ત્રીજે ભવે ઉત્કૃષ્ટ ૧૫ ભવે મોક્ષે જાય.
(૭) અપ્રમત્તસંયતિ ગુણસ્થાનક ઃ (૧) મદ (૨) વિષય (૩) કષાય (૪) નિદ્રા અને (૫) વિકથાએ પાંચ દ પ્રમાદ રહિત શુધ્ધ સંયમનું પાલન કરે તે જઘન્ય તે જ ભાવે ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષે જાય.
(૮) નિયટ્ટીબાદર ગુણસ્થાનકઃ પૂર્વોક્ત ૧૫ પ્રકૃતિ તીવ્રતાથી ક્ષયોપશમ કરે અને અહીં બે શ્રેણીની તૈયારી થાય છે. અહીં પૂર્વે કદીનહિ કરેલું એવું અપૂર્વકરણ (કષાયોની મંદતા) કરે છે. જે પ્રકૃતિઓનો ઉપશમ કરે તે ઉપશમ શ્રેણી પ્રતિપન્ન થઈ ૧૧માં ગુણસ્થાનક સુધી ચડી પાછો પડે છે. અને જે પ્રકૃતિઓનો ક્ષય કરે તે ક્ષપકશ્રેણી પ્રતિપન્ન થઈ નવમા, દસમા ગુણસ્થાનકે થઈ સીધો બારમે ગુણસ્થાનકે જાય અને તત્કાળ તેરમે ગુણસ્થાનકે જઈ કેવળજ્ઞાની થાય છે.
(૯) અનિયટ્ટીબાદર ગુણસ્થાનક : પૂર્વોક્ત ૧૫ તથા હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગચ્છા પ્રકૃતિ અને સંજ્વલન ત્રિક (ક્રોધ, માન, માયા)
& ગાથા : સુયત્રી માહાર, રિગુમ ૩વસંત વિપIST
हिडंति भवमणंत, तं अणंतरमेव चउ गइया । અર્થ ગ્રુત કેવળી, આહારક શરીર, ઋજુમતી મનઃ પર્યવજ્ઞાની અને ઉપશાંતમોહી એવા ઉત્તમ પુરુષો પણ પ્રમાદાચરણે કરી ચતુર્ગતિમાં અનંત સંસાર પરિભ્રમણ કરે છે. આ પાંચે પ્રમાદો મહાભયંકર છે. (એટલા માટે સાધકે તેના ફંદામાં ફસાવું ન જોઈએ.)
• પહેલાં જે કર્મપ્રકૃતિઓનો કદી ક્ષય કર્યો ન હતો તેનો અહીં ક્ષય થવાથી અપૂર્વકરણ ગુણસ્થાનક કહેવાય છે.
નિક્ષેપ અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org