________________
૪ શ્રદ્ધાન, ૧ લિંગ, ૧૦ વિનય, ૩ શુદ્ધતા, પ લક્ષણ, ૫ દૂષણ, ૫ ભૂષણ, ૮ પ્રભાવના. યતના.૬ આગાર, ૬ ભાવના અને ૬ સ્થાનક એમ સર્વ મળીને ૬૭ બોલ વ્યવહાર સમકિતના થયા. આટલા ગુણો જ આત્મામાં હોય તેને વ્યવહારથી સમકિતી જાણવો.
સમ્યકત્વની ૧૦ રુચિ (૧) નિસર્ગ રુચિ : ગુરુ આદિનો ઉપદેશ સાંભળ્યા વિના જ સમ્યકત્વના આવરણરૂપ પ્રકૃતિ નષ્ટ થઈ જવાથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. જેમકે (૧) કલિંગ દેશના રાજા “નગ્નઇ સેના સહિત વનમાં ગયા. એક રમણીય આમ્રવૃક્ષને જોઈ તેની મંજરી તોડી, પછી બધી સેનાએ મંજરી પાંદડાં વગેરે તોડી લીધાં એટલે વૃક્ષ પૂંઠા જેવું થઈ ગયું. પાછા ફરતી વખતે એક શોભનિક આંબાને આ પ્રમાણે અરમણિક થઈ ગયેલો જોઈને રાજાને વૈરાગ્ય ઉપજ્યો અને સમજ્યો કે જગતમાં સર્વ શોભા પુદ્ગલોની છે. (૨) પંચાલ દેશનો દ્વિમુખ રાજા' પ્રથમ તો મહોત્સવને માટે શણગારેલા સ્થંભને જોઈ ખુશી થયો. પછી મહોત્સવ પૂર્ણ થયે થંભ તૂડી પડયો તે જોઈ વૈરાગ્ય પામ્યો કે, સંસારમાં પ્રતિષ્ઠા પુણ્યસંયોગે પ્રાપ્ત થાય છે અને પુણ્ય ખૂટવાથી આ સ્થંભ જેવી સ્થિતિ થઈ જાય છે. (૩) વિદેહ દેશના રાજા “નમિરાજર્ષિ'ને દાહજ્વર થયેલો, તેને ઉપશમાવવા ૧૦૦૮ રાણીઓ ચંદન ઘસવા લાગી. તેમના હાથમાંના કંકણોનો શોર સાંભળતાં રાજા ખેદિત થયો. આથી રાણીઓએ એક એક ચૂડી રાખી બાકીની ઉતારી અલગ કરી અને શોરબકોર બંધ પડી ગયો. આ પ્રસંગથી રાજા એકત્વભાવના ભાવતાં ભાવતાં વૈરાગ્ય પામ્યા. અનેકના સંગ વડે જ દુનિયામાં દુઃખ પ્રાપ્તિ હોય છે. એકલો આત્મા સુખી થાય છે. (૪) કંચનપુર અને ચંપાનગરીના રાજા “કરકંડુએ” સાંઢને ગાયોના ઝુંડમાં ઘૂમતો જોયેલો. ત્યાર બાદ એ સાંઢ દુર્બળ થઈ નીચે પડી ગયો. ત્યારે ગાય વગેરે કોઈને તેની પાસે ન જોયાં. આ ઉપરથી તેને વૈરાગ્ય ઉપજ્યો કે, આ સંસારમાં બધો પ્રેમ સ્વાર્થનો છે. ( આ ચારે પ્રત્યેક બુદ્ધ રાજાઓ દિક્ષા લઈ મોક્ષે પધાર્યા છે.)
- શ્રી જૈન તત્ત્વ સાર
ઉ૧૫
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org