________________
હણહણવાથી ઇત્યાદિ કાર્યથી પિછાણે તે કબ્જેણું (૨) કા૨ણેણંઃ તે વસ્ત્રનું કારણ તંતુ પણ તંતુનું કારણ વસ્ત્ર નહિ. ગંજીનું કારણ ઘાસ, પણ ઘાસનું કારણ ગંજી નહિ. રોટલીનું કારણ લોટ પણ લોટનું કારણ રોટલી નહિ, ઘડાનું કારણ માટી, પણ માટીનું કારણ ઘડો નહિ. મુક્તિનું કારણ જ્ઞાન દર્શન, ચારિત્ર પણ જ્ઞાનાદિનું કારણ મુક્તિ નહિ. ઇત્યાદિ કારણથી વસ્તુને પિછાણે તે કારણેણં, (૩) ગુણેણં તે નિમકમાં રસ ગુણ, ફૂલમાં ગંધ ગુણ, સુર્વણમાં કસોટી ગુણ ઇત્યાદિ, ગુણે કરી વસ્તુ પિછાણે તે ગુણેણં. (૪) અવયવયાણું - તે શીંગડાંથી ભેંસને, કલગીથી કૂકડાને, દાંતથી સુવરને, નખથી વાઘને, કેશવાળીથી કેસરી સિંહને, સૂંઢથી હાથીને, શસ્ત્રથી સુભટને, કાવ્યાલંકારથી કવિને, એક દાણો દબાવી પકાવેલાં ધાન્યને પિછાણે, ઇત્યાદિ અવયવે કરી પિછાણવું તે અવયવયાણું અને (૫) આસરેણું - ઘૂમ્રથી અગ્નિને, વાદળથી મેઘને બગલાથી લાશયને અને ઉત્તમ આચરણોથી ઉત્તમ પુરુષને પિછાણે તે આસરેણું.
(૩) દિઠ્ઠીસામ, તેના બે પ્રકા૨ : (૧) સામાન્ય (૨) વિશેષ તેમાં સામાન્ય તે જેમ એક રૂપિયાને જોવાથી તેના જેવા ઘણાં રૂપિયાને જાણે. મારવાડના એક ધોરીને જોવાથી તેના જેવા ઘણાં ધોરી (બળદ)ને પિછાણે. દેશાંતરના કોઈ એક મનુષ્યને જોઈ તેના જેવા ઘણાં મનુષ્યોને જાણે. એક સમદ્રષ્ટિને જોવાથી તેના જેવા ઘણાં સમદ્રષ્ટિને જાણે, ઇત્યાદિ પ્રકારથી જાણે તે સામાન્ય, અને (૨) વિશેષ - જેમ કોઈ એક વિચક્ષણ સાધુજીએ વિહાર કરતાં રસ્તામાં ઘણું ઘાસ ઊગેલું જોયું પાણીનાં નવાણ ભરેલાં જોયા, બાગ બગીચા લીલાછમ જોયા, તેથી જાણે કે અહીં, ભૂતકાળમાં વૃષ્ટિ ઘણી થઈ હતી. આગળ જતાં જોયું તો ગામ નાનું, ગામમાં શ્રાવકનાં ઘર થોડાં, શ્રાવકના ઘરમાં સંપત્તિ પણ થોડી, પણ શ્રાવક શ્રાવિકા ઘણાં ભક્તિવંત, ઉદાર પરિણામી, ઉત્કૃષ્ટ ભાવથી દાન દેવાવાળાં, ત્યારે અનુમાનથી જાણ્યું કે અહીં વર્તમાનકાળમાં આ શ્રાવકોનું કંઈક ભલું થવાનું છે. વળી આગળ ચાલ્યા. જુએ છે તો પહાડ, પર્વત મનોહર, હવા ઘણી જ સારી, તારા ઘણાં ખરે નહિ. ગામની તથા બહારની જમીન રળિયામણી લાગે ત્યારે સમજે કે આવતા કાળમાં આ જગ્યાએ કંઈક સારૂં થવાનું જણાય છે. એ પ્રમાણે ત્રણે કાળની સારી સ્થિતિ જાણે. એ પ્રમાણે કોઈ મુનિરાજ વિહાર કરતાં કરતાં, રસ્તામાં ખડ વગરની ભૂમિને દેખે, બાગ બગીચા સુકાઈ ગયેલા દેખે, કૂવા વગે૨ે નવાણ નિર્જળ દેખે. ત્યારે સમજે
Jain Education International
શ્રી જૈન તત્ત્વ સાર
For Private & Personal Use Only
૨૩૭
www.jainelibrary.org