________________
જેમ સૂર્યનો તાપ અને પ્રકાશ એકબીજાને છોડીને રહી શકતા નથી તેમ જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એકબીજા સિવાય રહેતાં નથી. અર્થાત્ જ્ઞાન વિના દર્શન નહિ અને દર્શન વિના જ્ઞાન નહિ. 2
એ બંનેને નિર્મળ કરી સંપૂર્ણતા પ્રાપ્ત કરવાનાં સાધન ચારિત્ર અને તપ છે. એ ચાર દ્વારા ગુણસ્થાન શ્રેણી માંડે છે ને પ્રાપ્ત કરે છે.
ચૌદ ગુણસ્થાનોના ક્રમ મુજબ આત્મગુણો પ્રગટે છે, તે સંક્ષેપથી બતાવવામાં આવ્યા છે.
-
મનન કરીએ
પ્રાર્થના કરતી વખતે વાણી દ્વારા આપણે જે કઈં પરમાત્મા પાસે માગીએ છીએ તે ખરેખર આપણા દિલથી હૃદયથી માગીએ છીએ કે નહિ ?
જો હૃદયથી આપણી માગણી હોયતો તે પ્રમાણે વર્તન કરવામાં આપણે કેટલા આગળ વધ્યા છીએ ?
મન વાણી અને કર્મની એક રૂપતા નીપજાવવી એજ આપણો ખરો પુરશાર્થ છે.
જે હૃદયમાં હોય તે વાણીમાં આવે અને જેવું બોલીએ તેવું વર્તન હોય ત્યારે જ ‘‘મનુષ્ય યત્ન અને શ્ર્વર પા’' એ સૂત્ર
સાર્થક બને છે.
પરમાત્મા તેની પ્રાર્થના મંજુર કરે છે જે વ્યક્તિ સતત પ્રયત્નશીલ છે.
D સમ્યગ્દર્શનની પ્રાપ્તી પહેલાં જે મતિ આદિ અજ્ઞાનરૂપે જીવોમાં હોય છે તે મિથ્યાદ્દષ્ટિની નિવૃત્તિથી સમ્યરૂપે પરિણત થઈ જાય છે. એટલે તે મતિ આદિ જ્ઞાન કહેવાય છે.
|૨૨૪|
Jain Education International
સૂત્ર ધર્મ અધિકાર
For Private & Personal Use Only
www.jainelibrary.org