SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ સૂર્યનો તાપ અને પ્રકાશ એકબીજાને છોડીને રહી શકતા નથી તેમ જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એકબીજા સિવાય રહેતાં નથી. અર્થાત્ જ્ઞાન વિના દર્શન નહિ અને દર્શન વિના જ્ઞાન નહિ. 2 એ બંનેને નિર્મળ કરી સંપૂર્ણતા પ્રાપ્ત કરવાનાં સાધન ચારિત્ર અને તપ છે. એ ચાર દ્વારા ગુણસ્થાન શ્રેણી માંડે છે ને પ્રાપ્ત કરે છે. ચૌદ ગુણસ્થાનોના ક્રમ મુજબ આત્મગુણો પ્રગટે છે, તે સંક્ષેપથી બતાવવામાં આવ્યા છે. - મનન કરીએ પ્રાર્થના કરતી વખતે વાણી દ્વારા આપણે જે કઈં પરમાત્મા પાસે માગીએ છીએ તે ખરેખર આપણા દિલથી હૃદયથી માગીએ છીએ કે નહિ ? જો હૃદયથી આપણી માગણી હોયતો તે પ્રમાણે વર્તન કરવામાં આપણે કેટલા આગળ વધ્યા છીએ ? મન વાણી અને કર્મની એક રૂપતા નીપજાવવી એજ આપણો ખરો પુરશાર્થ છે. જે હૃદયમાં હોય તે વાણીમાં આવે અને જેવું બોલીએ તેવું વર્તન હોય ત્યારે જ ‘‘મનુષ્ય યત્ન અને શ્ર્વર પા’' એ સૂત્ર સાર્થક બને છે. પરમાત્મા તેની પ્રાર્થના મંજુર કરે છે જે વ્યક્તિ સતત પ્રયત્નશીલ છે. D સમ્યગ્દર્શનની પ્રાપ્તી પહેલાં જે મતિ આદિ અજ્ઞાનરૂપે જીવોમાં હોય છે તે મિથ્યાદ્દષ્ટિની નિવૃત્તિથી સમ્યરૂપે પરિણત થઈ જાય છે. એટલે તે મતિ આદિ જ્ઞાન કહેવાય છે. |૨૨૪| Jain Education International સૂત્ર ધર્મ અધિકાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy