________________
આમાં બંધનની 2 પાંચના બદલે ૧૫ પ્રકૃતિ ગણતાં ૧૦૩ પ્રકૃતિ થાય છે
(૭) ગોત્ર કર્મઃ ગોત્ર કર્મના ઊંચ ગોત્ર અને નીચ ગોત્ર એવા બે ભેદ છે. ઊંચ ગોત્ર આઠ પ્રકારે બાંધે છે. (૧) જાઈ અમયેણે જાતિ એટલે માતાના પક્ષનું અભિમાન ન કરે (૨) કુલ અમયેણે કુલ એટલે પિતાના પક્ષનું અભિમાન ન કરે (૩) બલ અમયેણે બળ એટલે પરાક્રમનું અભિમાન ન કરે (૪) રૂપ અમયેણે રૂપનો મદ ન કરે (૫) તવ અમયેણે તપશ્ચર્યાનો મદ ન કરે (૬) સૂય અમયેણે સૂત્રજ્ઞાન એટલે બુધ્ધિનો ગર્વ ન કરે (૭) લાભ અમયેણે લાભનો મદ ન કરે (૮) ઇસ્તરિય અમયેણે ઐશ્વર્યનો મદ કરે નહીં એ આઠ પ્રકારે શુભ ગોત્ર બાંધે
તેનાં ફળ પણ એજ રીતે આઠ પ્રકારનાં ભોગવે છે (૧) જાઇ વિસિઢિયા = ઉત્તમ જાતિ પામે (૨) કુલ વિસિઢિયા = ઉત્તમ કુળ પામે (૩) બલ વિસિઢિયા = તપમાં શૂરવીર હોય (૬) રૂપ વિસિઢિયા = અતિ રૂપવંત હોય, (૫) તવ વિસિઢિયા = તપમાં શૂરવીર હોય (૬) સૂત્ર વિચિક્રિયા = સૂત્રજ્ઞાનમાં વિદ્વાન હોય (૭) લાભ વિસિઢિયા = ચાહે તે વસ્તુનો લાભ પામે (૮) ઇસ્મરિય વિસિટ્રિયા = મોટાં સમુદાય એટલે પરિવારનો માલિક બને. એ આઠ પ્રકારના લાભ ભોગવે છે.
નીચ ગોત્ર કર્મ આઠ પ્રકારે બાંધે. તે ઉચ્ચ ગોત્રમાં કહ્યા પ્રમાણે પણ જ્યાં અભિમાન ન કરે એમ છે ત્યાં “અભિમાન કરે” એમ સમજવું. એ આઠ પ્રકારે નીચ ગોત્ર બાંધ્યાના ફળ પણ ઉચ્ચ ગોત્રથી વિપરીત રીતે ભોગવે. ઉચ્ચ ગોત્રમાં ઉત્તમતા મળે છે અને નીચગોત્રમાં એ જ બાબતની હીનતા, નીચતા મળે છે એમ સમજવું.
2 નામકર્મની ૯૩ પ્રકૃતિમાં બંધન નામકર્મના ૫ ભેદ જ ગણવામાં આવ્યા છે. પરંતુ વિસ્તારથી બંધન નામ કર્મની પને બદલે ૧૫ પ્રકૃતિ ગુણવામાં આવે છે ત્યારે નામ કર્મના ૧૦૩ ભેદ થાય છે. તે ૧૫ ભેદ નીચે મુજબ છે.
(૧) ઔદારિક દારિક બંધન નામ (૨) ઔદારિક તેજસ બંધન નામ (૩) ઔદારિક કાર્મણ બંધનનામ (૪) વૈક્રિય બંધન નામ (૫) વૈક્રિય તૈજસ બંધન નામ (૬) વૈક્રિય કાર્પણ બંધન નામ (૭) આહારક આહારક બંધન નામ (૮) આહારક તૈજસ બંધન નામ (૯) આહારક કાર્મણ બંધન નામ (૧૦) દારિક તૈજસ કાર્મણ બંધન (૧૧) વૈક્રિય તૈજસ કાર્પણ બંધન (૧૨) આહારક તૈજસ કાર્મણ બંધન (૧૩) તૈજસ તૈજસ બંધન (૧૪) તેજસ કાર્પણ બંધન (૧૫) કાર્પણ કાર્પણ બંધન.
શ્રી જૈન તત્ત્વ સાર ૨૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org