________________
આ ચોથી નરકની સીમા ઉપર એક રજ્જુ ઊંચી અને ૨૨ ૨જ્જુ ઘનાકાર વિસ્તારમાં ત્રીજી ‘શિલા’ (વાલુપ્રભા) નામે નરક છે. જેમાં ૧,૨૮,૦૦૦ યોજનનો પૃથ્વીપિંડ છે. એમાંથી ૧૦૦૦ યોજન નીચે અને ૧૦૦૦ યોજન ઉપ૨ છોડીને વચમાં ૧,૨૬,૦૦૦ યોજનની પોલાર છે જેમાં ૯ પાથડા અને ૮ આંતરા છે. તેમાં પ્રત્યેક પાથડો ૩૦૦૦ યોજનનો છે અને પ્રત્યેક આંતરો ૧૨,૩૭૫ યોજનનો છો. બધા આંતરા ખાલી છે. અને પ્રત્યેક પાથડાના મધ્યની ૧૦૦૦ યોજનની પોલારમાં ૧૫,૦૦,૦૦૦ નરકાવાસ છે. જેમાં અસંખ્યાત કુંભીઓ અને અસંખ્યાત નારકીના જીવો છે. તેમનું દેહમાન ૩૧ ધનુષ્યનું અને આયુષ્ય જઘન્ય ૩ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૭ સાગરોપમનું છે.
એ ત્રીજી નરકની સીમા ઉપર એક રજ્જુ ઊંચી અને સોળ રજ્જુ ધનાકાર વિસ્તારમાં બીજી વંસા (શર્કરાપ્રભા) નામે નરક છે. જેમાં ૧,૩૨,૦૦૦ યોજનનો પૃથ્વીપિંડ છે. જેમાંથી ૧૦૦૦ યોજન નીચે અને ૧૦૦૦ યોજન ઉપર છોડીને મધ્યમાં ૧,૩૦,૦૦૦ યોજનની પોલાર છે. જેમાં ૧૧ પાથડા અને ૧૦ આંતરા છે. એમાં દરેક પાથડો ૩૦૦૦ યોજનનો છે. અને પ્રત્યેક આંતરો ૯,૭૦૦ યોજનનો છે. બધાય આંતરા તો ખાલી છે. અને પ્રત્યેક પાથડાની મધ્યની ૧૦૦૦ યોજનની પોલારમાં ૨૫,૦૦,૦૦૦ નરકાવાસ છે. જેમાં અસંખ્યાત કુંભીઓ અને અસંખ્યાત નારકીઓ છે. તેમનું દેહમાન ૧૫ ધનુષ્ય અને ૧૨ આંગુલનું અને આયુષ્ય જધન્ય ૧ સાગર ઉત્કૃષ્ટ ૩ સાગરનું
છે.
એ બીજી નરકની હદ ઉપર એક રજ્જુ ઊંચી અને ૧૦ ૨જ્જુ ઘનાકાર વિસ્તારમાં પહેલી ઘમ્મા (રત્નપ્રભા) નામે નરક છે. જેમાં કાળા કોયલા જેવા રત્નો છે. એવો પ્રથમનો રત્નકાંડ ૧૦૦૦ યોજનનો છે. કુલ ૧૬ કાંડ છે. તે સર્વ મળી ૧૬,૦૦૦ યોજનનો ખરકાંડ છે. ૮૦,૦૦૦ યોજનનો અપબહુલકાંડ છે. અને ૮૪૦૦૦ યોજનનો પંક બહુલ કાંડ છે. એમ સર્વ મળીને કુલે ૧,૮૦,૦૦૦ યોજનનો પૃથ્વીપિંડ છે. એમાંથી ૧૦૦૦ યોજન નીચે અને ૧૦૦૦ યોજન ઉપર છોડીને મધ્યમાં ૧,૭૮,૦૦૦ યોજનની પોલાર છે. જેમાં ૧૩ પાથડા અને ૧૨ આંતરા છે. પ્રત્યેક પાથડો ૩૦૦૦ યોજનનો છે અને આંતરો ૧૧૫૮૩. યોજનનો છે. એક ઉ૫૨નો અને એક નીચેનો આંતરો ખાલી છે બાકીના મધ્યના ૧૦ આંતરાઓમાં અસુરકુમા૨ આદિ ૧૦ જાતિના ભવનપતિના દેવો રહે છે. પ્રત્યેક પાથડાની મધ્યમાં ૧૦૦૦ યોજનનું પોલા
શ્રી જૈન તત્ત્વ સાર
Jain Education International
For Private & Personal Use Only
33
www.jainelibrary.org