________________
નરકાવાસની ભીંતમાં ઉપ૨ બિલના આકારના યોનિ સ્થાનો (નારી જીવોને ઉત્પન્ન થવાની જગ્યા) છે. ત્યાં પાપી પ્રાણીઓ ઉત્પન્ન થઈને (૧) ત્યાં રહેલાં અશુભ પુદ્ગલોનો આહાર ગ્રહણ કરી આહાર પર્યાપ્તિ પ્રાપ્ત કરે છે. (૨) તેથી વૈક્રિય શરીર પ્રાપ્ત થવાથી શરીર પર્યાપ્તિને પ્રાપ્ત કરે છે. (૩) પછી શરીરથી ઇન્દ્રિયોનો આકાર બનવાથી ઇન્દ્રિય પર્યાપ્તિ પ્રાપ્ત કરે છે. (૪) પછી ઇન્દ્રિયો વડે વાયુને લેતાં અને છોડતાં હોવાથી શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ પ્રાપ્ત કરે છે. (૫) પછી ભાષા અને મન પર્યાપ્તિ સાથે જ બાંધીને ૬ પર્યાપ્તિથી યુક્ત થઈ બિલની નીચે રહેલી કુંભીઓમાં નીચે માથું અને ઉ૫૨ પગ કરીને પડે છે. તે કુંભીઓ ચાર પ્રકારની કહેલ છે. (૧) ઊંટના ગળા જેવી વાંકી (૨) ઘી--તેલ વગેરેના ઘડા જેવી ઉપરથી પહોળી અને નીચેથી સાંકડી (૩) ડબ્બા જેવી ઉપરથી નીચે સુધી એક જ સરખી (૪) અફીણના ડોડવા જેવી પેટ પહોળું અને માથું સાંકડું અને અંદર ચારેબાજુ તીક્ષ્ણ ધારવાળી. આમાંથી કોઈપણ એક કુંભીમાં પડયા પછી ના૨કી જીવોનું શરીર ફૂલાય છે. જેથી કુંભીમાં ફસાઈને તીક્ષ્ણ ધાર વાગવાથી અતિ દુ:ખી થઈ પોકાર કરે છે ત્યારે પરમાધર્મી (યમ) દેવો તેને ચીપિયાથી ખેંચી કાઢે છે. ત્યારે તેના શરીરના કટકા કટકા થઈ જાય છે. ત્યારે તેમને ઘોર દુ:ખ થાય છે. પણ મરતા નથી. કેમકે કરેલાં કર્મને ભોગવ્યા વિના છૂટકારો મળતો નથી જેમ વિખરાયેલ પારો મળી જાય છે તેમ તે નારકીના શરીરના કટકા મળીને ફરી જેમ હતું તેમ બની જાય છે.
૧૫ જાતિના પરમાધામી દેવો દ્વારા નારકીને દેવાતાં દુઃખો
(૧) તે નારકી જીવો જ્યારે ભૂખ, તરસથી વ્યાકુળ થઈ ભોજન પાણીની યાચના કરે છે. ત્યારે જેમ કેરીને ઘોળીને નરમ કરે તેમ ‘અંબ’ નામના ૫૨માધર્મી ના૨કી જીવોને મર્દન કરી તેમની નસોને ઢીલી કરી નિર્બળ બનાવી દે છે.
(૨) જેમ કેરીનો ૨સ કાઢી ગોટલોને છોતરું ફેંકી દે છે તેમ ‘અંબરસ’ નામના ૫૨માધામી દેવો નારકીના શરીરને લોહી, માંસ, હાડકાં, ચામડી, વગેરે પુદ્ગલોને જુદાં કરી ફેંકી દે છે.
Jain Education International
શ્રી જૈન તત્ત્વ સાર
For Private & Personal Use Only
૩૫
www.jainelibrary.org