________________
(૧૦) ‘સમાધિ’ અધ્યયનમાં ધર્મનું સ્થાન જે સમાધિભાવ છે. તેનું સ્વરૂપ દર્શાવ્યું છે.
(૧૧) ‘મોક્ષમાર્ગ’ અધ્યયનમાં સાધુના આચારના મિશ્ર પ્રશ્નોત્તર છે. (૧૨) ‘સમવસરણ’ અધ્યયનમાં ક્રિયાવાદી વગેરે ચારે વાદીઓના મતનું ખંડન કર્યું છે.
(૧૩) ‘યથાતથ્ય’ અધ્યયનમાં સ્વચ્છંદાચારી તથા અવિનીતનાં લક્ષણ તથા શુધ્ધાચારી ધર્મોપદેશકનાં લક્ષણ બતાવ્યાં છે.
(૧૪) ‘ગ્રંથાખ્યા’ અધ્યયનમાં એકલવિહારી સાધુનાં દોષ બતાવી હિતશિક્ષા આપી છે.
(૧૫) ‘આદાનાખ્યા’ અધ્યયનમાં શ્રધ્ધા, દયા, વીરત્વ, દઢતા આદિ મોક્ષના સાધનોનું કથન છે.
(૧૬) ‘ગાથા’ અધ્યયનમાં સાધુનાં ૪ નામોના ગુણ બતાવ્યા છે. આ સૂત્રના બીજા શ્રુતસ્કંધનાં ૭ અધ્યયન છે.
(૧) ‘પોંડરિક’ અધ્યયનમાં પુંડરિક કમળના દૃષ્ટાંતથી ચારે વાદીઓનું સ્વરૂપ સમજાવ્યું છે. અને પાંચમાં મધ્યસ્થ ઉધ્ધાર કર્યો તે બતાવ્યું છે. (૨) ‘ક્રિયા સ્થાન’ અધ્યયનમાં ૧૩ ક્રિયાનું કથન છે.
(૩) ‘આહારપ્રજ્ઞા’ અધ્યયનમાં જીવોને આહાર ગ્રહણ કરવાની રીતનું તથા ઉત્પત્તિનું કથન છે.
(૪) ‘પ્રત્યાખ્યાન’ અધ્યયનમાં દુઃપ્રત્યાખ્યાન અને સુપ્રત્યાખ્યાનનું સ્વરૂપ છે. તથા અવિરતિથી દુઃખપ્રાપ્તિનું કથન છે.
(૫) ‘અનાચાર શ્રુતાખ્યા' અધ્યયન માં અનાચારના દોષનું તથા શૂન્યવાદીના મતનું ખંડન કર્યું છે.
(૬) ‘આર્દ્રકુમાર’ નું અધ્યયનમાં આર્દ્રકુમારે પરમતવાદીઓની સાથે ધર્મચર્ચા કરી તે અધિકાર છે.
(૭) ‘ઉદક પેઢાલ પુત્ર' નું અધ્યયનમાં ઉદક પેઢાલ પુત્ર શ્રી ગૌતમ સ્વામી સાથે ચર્ચા કરી તે અધિકાર છે.
Jain Education International
શ્રી જૈન તત્ત્વ સાર
For Private & Personal Use Only
૧૦૩
www.jainelibrary.org