________________
શૂરા બની કર્મ શત્રુનો પરાજય કરે.
(૧૮) વૃષભ ઇવ' - જેમ મારવાડ દેશનો ધોરી-બળદ ઉપાડેલો ભાર પ્રાણ જાય તો પણ વચમાં પડતો મેલે નહિ પણ ઠેઠ પહોંચાડે તેમ સાધુ પાંચ મહાવ્રત રૂપી મહાન ભાર પ્રાણાંત કષ્ટ સહન કરીને વચમાં મૂકી ન દેતાં સહી સલામત ઠેઠ પાર પહોંચાડે.
(૧૯) “સિંહ ઇવ’ - જેમ કેસરી સિંહ કોઈ પણ પશુને ડરાવ્યો ડરે નહિ, તેમ સાધુ કોઈ પણ પાખંડીથી ચલાયમાન થાય નહિ.
(૨૦) પુઢવી ઇવ’ - જેમ પૃથ્વી ટાઢ, તાપ, ગંગાજળ, મૂત્ર, નિર્મળ અને મલિન ચીજો સર્વ સમભાવથી સહન કરે છે, અને ધરતી માતા કહી જેઓ પૂજા કરે છે તેની તરફ તેમ એઠવાડ, ગંદવાડ નાંખે છે અને ખોદે છે તેઓની તરફ સમભાવ રાખે છે તે જ પ્રમાણે સાધુ શત્ર અને મિત્રો તરફ સમભાવ રાખે તેમ જ નિદક અને પૂજક બંનેને ઉત્તમ અને એક સરખો ઉપદેશ કરી સંસાર સાગરથી તારે છે.
(૨૧) “વહિન ઇવ’ - જેમ ઘી નાંખવાથી અગ્નિ દેદીપ્યમાન થાય છે તેમ સાધુ જ્ઞાનાદિ ગુણો વડે દેદીપ્યમાન થાય છે.
(૨૨) “ગશીર્ષ ચંદન ઇવ’ - જેમ ચંદનને કાપે તથા બાળે તેમ તેમ વિશેષ સુગંધ આપે છે તેમ સાધુ પરિષહ આપનારા તરફ તેને પોતાનાં કર્મ કાપનારો ઉપકારી જીવ જાણી સમભાવથી સહન કરે. ઉપરાંત ઉપસર્ગ દેનારને પણ ઉપદેશ આપી તારે.
(૨૩) ‘દ્રહ ઇવ' - દ્રહ (પાણીના ધરો) ચાર પ્રકારના છે. (૧) ચલ્લહિમવંત પર્વતાદિ વગેરે વર્ષધર પર્વતના દ્રહમાંથી પાણી બહાર નીકળે છે પણ બહારથી પાણી અંદર આવતું નથી તેમ કોઈ સાધુ બીજાને શીખવે છે પણ પોતે કોઇની પાસેથી શીખતા નથી, (૨) “સમુદ્રની પેઠે પાણી અંદર આવે છે પરંતુ અંદરનું પાણી બહાર નીકળતું નથી, તેમ કેટલાક સાધુ બીજાની પાસેથી જ્ઞાન શીખે છે પણ પોતે કોઈને શીખવતા નથી, (૩) “ગંગા પ્રપાત કુંડ' - વગેરેમાં પાણી બહારથી આવે પણ છે અને બહાર પણ જાય છે તેમ કેટલાક સાધુ જ્ઞાન બીજા પાસેથી ભણે છે અને બીજાને ભણાવે પણ છે, (૪) અઢીદ્વીપની બહારના સમુદ્રોમાં પાણી બહારથી અંદર આવતું નથી, અંદરથી બહાર જતું પણ નથી તેમ સાધુ બીજા પાસેથી જ્ઞાન શીખતા નથી અને અન્યને શીખવતા
૧૬૪
સાધુજી અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org