________________
જિનેશ્વર દેવના જ્ઞાનથી ઓછું અધિકું શ્રધ્ધે તથા પ્રરૂપે તે. જેમ કે કોઈ કહે કે જીવ તલમાત્ર છે. તંદુલમાત્ર છે તે ઓછી પ્રરૂપણા. કોઈ જીવ આખા લોકમાં વ્યાપી રહયો છે તે અધિકી પ્રરૂપણા, (૨) ‘વિપરીત મિચ્છા દંસણ વત્તિયા ક્રિયા’ - શ્રી જિનેશ્વર દેવના માર્ગથી ઊલટી રીતે શ્રધ્ધે તથા પ્રરૂપણા કરે તે. જેમ મિથ્યાત્વના જોરથી કેટલાક કહે છે કે, પાંચ મહાભૂતમાંથી આત્મા ઉત્પન્ન થયો છે. દેહ પડયા પછી આત્મા પાંચ મહાભૂતમાં મળી જશે અને પાછળ કંઈ રહેશે નહિ.
(૧૧) દ્દષ્ટિકા (દિક્રિયા) ક્રિયા : કોઈ વસ્તુને જોવાથી ક્રિયા લાગે તે.
તેના બે ભેદ છે (૧) ‘જીવ દિડ્ડિયા’ સ્ત્રી, પુરુષ, હાથી ઘોડા, બાગ, બગીચા નાટક, ચેટક વગેરે જોવા જવાથી લાગે તે, (૨) ‘અજીવ દિક્રિયા’ વસ્ત્ર આભૂષણ, ધન, મકાન વગેરે જોવા જવાથી ક્રિયા લાગે તે.
(૧૨) સ્પષ્ટિકા (પુક્રિયા) ક્રિયા : કોઈ પણ વસ્તુનો સ્પર્શ કરવાથી જે ક્રિયા લાગે તે.
તેના બે ભેદ છે. (૧) ‘જીવ પુક્રિયા’ સ્ત્રી, પુરુષ, પશુ, પક્ષી વગેરે જીવોનાં અંગોપાંગનો તથા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ વગેરેનો સ્પર્શ કરવાથી જે ક્રિયા લાગે તે, કેટલાક ભોળા માણસો કંઈ પણ સ્વાર્થ કે કામ વિના ધાન્યની વાટકી લઈ જોવા મંડી જાય છે. તેમ જ કોઈ પણ સજીવ ચીજ જોવામાં આવે તો તેનો સ્પર્શ કરવા મંડી જાય છે. તેમણે ખૂબ વિચાર કરવાનો
છે.
જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે, કોઈ ઘણો જ વૃધ્ધ પુરુષ હોય અને તે રોગ તથા શોથી શરીરે સાવ જીર્ણ થઈ ગયો હોય અને કોઈ બત્રીસ વર્ષનો જુવાન યોધ્ધો મુદ્ધીપ્રહાર (ઠોંસા બાજી) કરે તેથી જેવું દુ:ખ થાય તેવું દુઃખ પૃથ્વી, પાણી દાણા વગેરે એકેન્દ્રિય જીવોનો સ્પર્શ કરવાથી તેને થાય છે. એકેન્દ્રિય કેટલાંક સુકોમળ જીવો તો એવા સ્પર્શથી મરી પણ જાય છે. એવું અનર્થનું કારણ જાણી ખાસ કારણ વિના સજીવ વસ્તુનો સ્પર્શ ન કરવો (૨) ‘અજીવ પુડ્ડિયા’ વસ્ત્ર, ભૂષણ વગે૨ે અજીવ વસ્તુનો સ્પર્શ કરવાથી આ ક્રિયા લાગે છે.
|૨૦૬
Jain Education International
સૂત્ર ધર્મ અધિકાર
For Private & Personal Use Only
www.jainelibrary.org