________________
અને ઉત્કૃષ્ટ ૧૨ વર્ષનું આયુષ્ય છે.
(૨) તેઇન્દ્રિય - કાયા, મુખ અને નાક એમ ત્રણ ઇન્દ્રિયવાળા જીવ. જેમ કે જૂ, લીખ, કીડી, માંકડ, કંથવા, ધનેડા, ઇંતડી, ઊધઈ, મકોડા, ગધૈયાં વગેરે તેઇન્દ્રિય જીવોની બે લાખ જાતિ છે ૮ લાખ ક્રોડ કુળ છે. જઘન્ય અંતર્મુહૂર્તનું ઉત્કૃષ્ટ ૪૯ દિવસનું આયુષ્ય છે.
(૩) ચઉરેન્દ્રિય - કાયા, મુખ, નાક અને આંખ એ ચાર ઇંદ્રિયવાળા જીવ જેમકે – ડાંસ, મચ્છર, માખી, તીડ, પતંગ, ભમરા, વીંછી, ખડમાંકડી, ફૂદાં, કરોળિયાં બગાં, કંસારી વગેરે એ ત્રણ જાતના ત્રસ જીવોને વિકલેંદ્રિય તિર્યંચ કહે છે.
ચઉરેન્દ્રિયની બે લાખ જાતિ છે. ૯ લાખ ક્રોડ કુળ છે. જઘન્ય અંતર્મુહૂર્તનું છે. ઉત્કૃષ્ટ છ મહિનાનું આયુષ્ય છે.
(૪) પંચેન્દ્રિય - કાયા, મુખ, નાક, આંખ અને કાન એ પાંચ ઇંદ્રિયવાળા જીવ- તેના ચાર ભેદ છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા તેમાં નારકીનું વર્ણન આગળ આવી ગયું છે. તિર્યંચ પંચેન્દ્રિયનો વિસ્તાર કરે છે.
(૧) ‘જળચર’ - પાણીમાં રહેનારા જીવ. જેમકે મચ્છ-કચ્છ મગર, સુસુમાર કાચબા, દેડકાં વગેરે. ૧૨।। લાખ ક્રોડ કુળ છે. સંશી અસંજ્ઞી બન્ને જાતના જળચર જીવોનું આયુષ્ય ધન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વનું છે.
(૨) સ્થલચર પૃથ્વી પર ચાલનારાં જીવ. તેના ચાર ભેદ છે. (૧) ‘એક ખરા’ એક ખરીવાળાં તે ઘોડાં, ગધેડા, ખચ્ચર વગેરે (૨) ‘દોખુરા’ - ખરીની વચમાં ફાટ હોય તેથી બે ખરીવાળાં તે ગાય, ભેંસ, બકરાં, ઘેટાં વગેરે (૩) ‘ગંડીપયા’ સોનીની એરણ જેવા પગવાળા તે હાથી, ઊંટ, ગેંડા વગેરે (૪) ‘સણપયા’ પંજાવાળા તે સિંહ, ચિત્તા, બિલાડી, કૂતરાં વાંદરાં વગેરે.
તેનાં ૧૦ લાખ ક્રોડ કુળ છે. જઘન્ય અંતમુહૂર્ત તથા અસંશી સ્થલચરનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૮૪ હજા૨ વર્ષનું છે. અને સંજ્ઞીનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ પલ્યનું
છે.
(૩) ‘ઉરપર’ - પેટના જોરથી ચાલનારા જીવ. તેના ચાર ભેદ છે (૧) અહિ (સર્પ) તેમાં એક ફેણ માંડે છે અને બીજા ફેણ માંડતા નથી એ સર્પ
૧૯૦
Jain Education International
સૂત્ર ધર્મ અધિકાર
For Private & Personal Use Only
www.jainelibrary.org