________________
(૮) ‘માલ્ય’ - પુષ્પાદિ કે મણી, મોતી આદિની માળા પહેરે તો અનાચરણ, (૯) ‘વીયણ’ - પંખો, પૂંઠુ કે વસ્ત્રાદિથી પવન નાખે તો અનાચરણ, (૧૦) ‘સ્નિગ્ધ’ - ઘૃત, તેલ, ગોળ, સાકર આદિ રાત્રે પાસે રાખે તો અનાચરણ, (૧૧) ‘ગૃહપાત્ર’ - ગૃહસ્થોનાં પાત્ર થાળી, કટોરા આદિમાં ભોજન કરે તો અનાચરણ, (૧૨) ‘રાજપિંડ’ - ચક્રવર્તી આદિ રાજાઓને માટે બનાવેલો બલિષ્ટ આહાર ભોગવે તો અનાચરણ, (૧૩) ‘કિમિચ્છિક’ દાનશાળા, સદાવ્રતની જગ્યા વગેરે સ્થળેથી આહાર લે તો અનાચરણ, (૧૪) ‘સંબાહન’
કારણ વગર શરીરે તેલ વગેરે • ચોળે કિંવા માથામાં તેલ નાખે તો અનાચરણ, (૧૫) ‘દંતધાવન’ - રાખ, મંજન આદિ દાંતોની 2 શોભાને માટે ઘસે તો અનાચરણ, (૧૬) ‘સંપ્રશ્ન' - ગૃહસ્થને કે અસંયતિને સુખશાતા પૂછે તો અનાચરણ, (૧૭) ‘દેહ પલોયન' કાચ, પાણી વગેરેમાં પોતાનો ચહેરો જુએ તો અનાચ૨ણ, (૧૮) ‘અષ્ટાપદ’ - જુગા૨ ૨મે તથા અષ્ટાંગ નિમિત્ત પ્રકાશે તો અનાચરણ, (૧૯) ‘નાલિક’ - ચોપાટ, ગંજીપો, શેતરંજ આદિ ૨મે તો અનાચરણ, (૨૦) ‘છત્ર’-છત્રી ધારણ કરે તો અનાચરણ, (૨૧) ‘તિગિચ્છ’વિના કારણ બલવૃધ્ધિ આદિને માટે ઔષધ લે તો અનાચરણ, (૨૨) ‘વાહની’ - જોડા, ચાખડી, મોજા વગેરે પગમાં પહેરે તો અનાચરણ (૨૩) ‘જ્યોતિઆરંભ' - દીપક ચૂલો આદિ અગ્નિનો આરંભ કરે તો અનાચરણ (૨૪) ‘શય્યાંતર પિંડ’ - જેની આજ્ઞા લઈને મકાનમાં ઊતર્યા હોય તેને ત્યાંથી આહાર પાણી લે તો અનાચરણ, (૨૫) ‘આસંદી' - ખુરશી ખાટલો વગેરે નેતર કે સીંદરી આદિથી ભરેલા આસન પર બેસે તો અનાચરણ, (૨૬) ‘ગૃહાંતરશય્યા’ - વૃદ્ધાવસ્થા, રોગ કે તપશ્ચર્યાદિ કારણ વગર ગૃહસ્થને ત્યાં બેસે તો અનાચરણ, (૨૭) ‘ગાત્રમર્દન’ - પીઠિ આદિ શરીરે લગાવે તો અનાચરણ, (૨૮) ‘ગૃહી વૈયાવૃત્ય’ - ગૃહસ્થની વૈયાવચ્ચ કરે અથવા ગૃહસ્થ પાસે વૈયાવચ્ચ કરાવે તો અનાચરણ, (૨૯) ‘જાત્યાજીવી’ - સગપણ, ઓળખાણ વગેરે મેળવી આહાર પાણી લે તો અનાચરણ, (૩૦) ‘તપ્તાનિવૃતં' - જે વાસણમાં પાણી ગરમ કર્યું હોય તે વાસણ ઉ૫૨, નીચે તેમજ મધ્યમાં ગરમ થયું ન હોય તેવા વાસણનું પાણીને લે તો અનાચરણ, (૩૧) ‘આતુર શરણ’
-
• રોગાદિ કારણે તેલ ચોળે તો હરકત નહિ.
D દાંતમાં રસી વગેરે રોગ થયો હોય તેવા પ્રસંગે ઔષધી તરીકે વાપરે તો હરકત
નહિ.
૧૪૮
Jain Education International
-
સાધુજી અધિકાર
For Private & Personal Use Only
www.jainelibrary.org