________________
આ ૨૦ પ્રકારે અસમાધિ દોષ લાગે છે.
જેમ માંદગી આવતાં માણસ નબળો પડી જાય છે તેમ જે કામ કરવાથી સંયમ શિથિલ પડી જાય તેવા કામને અસમાધિ દોષ કહે છે.
આત્મસુખના ઇચ્છનારા સાધુઓ અસમાધિના ૨૦ દોષ તજીને વિચરે
૨૧ સબળા (મોટા) દોષ
(૧) હસ્તકર્મ કરે તો, (૨) મૈથુન સેવે તો, (૩) રાત્રિએ ચાર આહાર ભોગવે તો, (૪) આધાકર્મી આહાર (એટલે સાધુને નિમિત્તે નીપજાવેલો આહાર) ભોગવે તો, (૫) રાજપિંડ (બહુ જ પૌષ્ટિક આહાર, કે જે રાજવંશીઓ માટે બનાવેલો હોય, જેમાં દારૂ માંસાદિક પદાર્થ આવે તેવો) આહાર ભોગવે તો, (૬) “કીયગડ” (વેચાતો લીધેલો) પામિથ્ય” (ઉધાર લીધેલો) “અચ્છે (નિર્બળના હાથમાંથી પડાવી લીધેલો) “અણિસિર્ફી' (માલિકની રજા વિના લીધેલા) “અભિહ (સામે લાવીને દેવા આવેલો) આ પાંચ દોષ લગાડીને આહાર ભોગવે તો, (૭) વારંવાર પચ્ચકખાણ લઈને ભાંગે તો, (૮) વગર કારણે છ મહિના પહેલાં સંપ્રદાય બદલે તો, (૯) એક મહિનામાં ૩ મોટી નદી ઊતરે તો, (૧૦) એક મહિનામાં ૩ વાર કપટ કરે તો (૧૧) શેજીંતર (મકાનમાં ઊતરવાની આજ્ઞા દેનાર) ના ઘરનો આહાર ભોગવે તો, (૧૨ થી ૧૪) આકુટી (ઇરાદા પૂર્વક) હિંસા કરે, અસત્યબોલે, ચોરી કરે તો, (૧૫) સચેત પૃથ્વી પર બેસે તો, (૧૬) સચેત ધૂળની રજથી ભરેલા પાટ પાટલા ભોગવે તો, (૧૭) સડેલી પાટો જેમાં જંતુઓનાં ઇંડા ઉત્પન્ન થયાં હોય તે ભોગવે તો (૧૮) કંદ (મૂળની જડ), “બંધ” (ઉપરનું થડ), “શાખા” (મોટી ડાળો), “પ્રતિશાખા' (નાની ડાળો), ‘ત્વચા' (છાલ), “પ્રવાલ” (કુંપળો), પાંદડા, ફૂલ, બીજ હરિત એ પ્રમાણેની ૧૦ કાચી લીલોતરી ભોગવે તો, (૧૯) એક વરસમાં ૧૦ વખત નદી ઊતરે તો, (૨૦) એક વર્ષમાં ૧૦ વખત માયા સ્થાન સેવે તો, (૨૧) સચિત્ત પાણીથી, લીલોતરીથી કે એવા કોઈ સચિત્ત પદાર્થથી ભરેલાં ભોજનવાળાં આહાર, પાણી વગેરે લે તો.
આ પ્રમાણે ૨૧ પ્રકારે સબળા દોષ લાગે છે. જેમ નબળો માણસ ગજા ઉપરાંત બોજો ઉપાડે તો મરી જાય છે, તેમ
૧૫૦.
સાધુજી અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org