________________
ભવનપતિ દેવનું વર્ણન
પૂર્વ કથિત પહેલી નરકનાં ૧૨ આંત૨ા અસંખ્યાત યોજન લાંબાપહોળાં છે. અને ૧૧૫૮૩ યોજન ઊંચા છે. જેના બે વિભાગ છે. (૧) દક્ષિણ, (૨) ઉત્તર, બાર આંતરામાંથી પ્રથમના બે આંતરા ખાલી પડયા છે. અને ૧૦ આંતરામાં જુદી જુદી જાતના ૧૦ ભવનપતિ દેવો રહે છે અને તે દસ આંતરામાંથી ઉપરના પહેલા આંતરામાં અસુરકુમાર જાતિના દેવતા રહે છે. જેમાંના દક્ષિણ વિભાગમાં ૪૪ લાખ ભવનો છે. જેના માલિક ચમરેન્દ્રજી છે. ચમરેન્દ્રજીના ૬૪,૦૦૦ સામાનિક દેવ, ૨,૫૬,૦૦૦ આત્મરક્ષક દેવ, ૬ અગ્રમહિષી (મુખ્ય) ઇન્દ્રાણીઓ અને એક એક ઇન્દ્રાણીને ૬-૬ હજારનો પરિવાર છે અને ૭ અણિકા (સેના) છે. ૩ પરિષદા ઃ- (૧) આવ્યંતર પરિષદના ૨૪,૦૦૦ દેવો (૨) મધ્ય પરિષદના ૨૮૦૦૦ દેવો (૩) બાહ્ય પરિષદના ૩૨,૦૦૦ દેવો છે. અને તે જ પ્રમાણે આત્યંતર પરિષદની ૩૫૦ દેવીઓ, મધ્ય પરિષદની ૩૦૦ દેવીઓ અને બાહ્ય પરિષદની ૨૫૦ દેવીઓ પણ છે. દેવતાઓનું આયુષ્ય જઘન્ય ૧૦,૦૦૦ વર્ષનું ઉત્કૃષ્ટ ૧ સાગર, તેમની દેવીનું આયુષ્ય જઘન્ય ૧૦ હજાર વર્ષ ઉત્કૃષ્ટ. ૩! પલ્યોપમનું છે. ઉત્તરના વિભાગમાં ૪૦ લાખ ભવન છે. જેમના માલિક બલેન્દ્રજીના ૬૦,૦૦૦ સામાનિક દેવો, ૨,૪૦,૦૦૦ આત્મરક્ષક દેવો ૬ અગ્રમહિષી (મુખ્ય) ઇન્દ્રાણીઓ છે. અને એક એકને ૬૬હજા૨નો પરિવાર છે. ૭ અણિકા એટલે કે સેના છે. ૩ પરિષદ (૧) આપ્યંતર પરિષદના ૨૦,૦૦૦ દેવો, (૨) મધ્ય પરિષદના ૨૪,૦૦૦ દેવો, (૩) બાહ્ય પરિષદના ૨૮,૦૦૦ દેવો છે. તે જ પ્રમાણે આત્યંતર પરિષદની ૪૫૦ દેવી, મધ્ય પરિષદની ૪૦૦ દેવી અને બાહ્ય પરિષદની ૩૫૦ દેવી છે. એ દેવતાઓનું આયુષ્ય જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૧ સાગરોપમથી કંઈક અધિક છે. અને એમની દેવીઓનું આયુષ્ય જઘન્ય ૧૦, ૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ૪।। પલ્યોપમનું
છે.
પંદર જાતના પરમાધામીક દેવ અસુરકુમારમાં ગણવાના છે
બીજા આંતરામાં નાગકુમાર જાતિના દેવો વસે છે. જેમના દક્ષિણ વિભાગમાં ૪૪ લાખ ભવન છે. જેના ધરણેન્દ્રજી માલિક છે. અને ઉત્તર વિભાગમાં ૪૦
Jain Education International
શ્રી જૈન તત્ત્વ સાર
For Private & Personal Use Only
૪૧
www.jainelibrary.org