________________
આરપાર નીકળી જાય છે. આખા શરીરમાં ચાળણી જેવાં છિદ્ર કરીને મહા ભયંકર પરિતાપ ઉપજાવે છે. આ પ્રમાણે મહાદુઃખ ભોગવે છે.
૧૦ પ્રકારની ક્ષેત્ર વેદના
(૧) અનંત સુધા : જગતમાં જેટલા ખાદ્ય પદાર્થ છે. એ બધા એક જ નારકી જીવને દઈ દેવામાં આવે તો પણ તેની તૃપ્તિ ન થાય એવા ક્ષુધાતુર તેઓ સદા હોય છે. કારણકે તેમને નરકમાં ખાવાનું કંઈ જ મળતું નથી.
(૨) અનંત તૃષા : બધા સમુદ્રનું પાણી એક જ નારકી જીવને દેવાય તો પણ તેની તૃષા શાન્ત ન થાય એવા તરસ્યા હંમેશા તેઓ હોય છે.
(૩) અનંત શીત : લાખ મણ લોઢાનો ગોળો નરકની શીત યોનિમાં મૂકવામાં આવે તો તે શીતળતાના પ્રભાવે તેના અણુઓ છૂટા પડી રાખ જેવા બની જાય એવી તીવ્ર ત્યાં ટાઢ હોય છે. જો કોઈ ત્યાંના નારકી જીવને ઉપાડીને હિમાલયના બરફમાં મૂકી દે તો તે તેને ઘણાં જ આરામનું સ્થળ સમજે એવી ઠંડી ત્યાં હંમેશા રહે છે.
(૪) અનંત તાપ : નરકના ઉષ્ણ યોનિ સ્થાનમાં લાખ મણ લોઢાનો ગોળે મૂકતાંજ તે પીગળીને પાણી થઈ જાય અને જો કોઈ તે નારકી જીવને ત્યાંથી ઉપાડી બળતી ભઠ્ઠીમાં મૂકી દે તો તેને ઘણા જ આરામનું સ્થાન સમજે એવી ગરમી ત્યાં સદૈવ રહ્યા કરે છે.
(૫) અનંત મહાવર: નારકીના શરીરમાં હંમેશા ઘણો તાવ ભર્યો રહે છે જેથી શરીર બળ્યા કરે છે.
(૬) અનંત ખુજલી નારકી જીવો હંમેશાં શરીર ખણ્યા જ કરે છે.
(૭) અનંત રોગ જલોદર, ભગંદર, ઉધરસ, શ્વાસ વગેરે ૧૬ મહારોગો અને ૫,૬૮,૯૯, ૫૮૫ પ્રકારના નાના નાના રોગો નારકીના શરીરમાં સદા રહ્યા કરે છે.
(૮) અનંત અનાશ્રય: નારકી જીવને કોઈ પણ જાતનો આશરો કે મદદ આપનાર ત્યાં કોઈ જ હોતું નથી.
શ્રી જૈન તત્વ સાર
[૩૯]
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org