________________
ગુણમાં ધૃવ, નિશ્ચલ, અડોલવૃત્તિ નિરંતર રાખે તે ‘ચરણ ગુણ વજોગ જુત્તે’ (૨) જાત્યાદિ ૮ મદનું મર્દન કરી સદેવ નિરભિમાની રહે તે ‘મદ્દવ ગુણ સંપન્ન' (૩) શીત, ઉષ્ણ કાળમાં ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિથી અધિક વિના કારણ ન રહે અને ચાતુર્માસના ચાર માસ એક સ્થાનમાં રહે એમ નવકલ્પી * વિહાર કરતા રહે તે ‘અનિયત વૃત્તિ’.૦ (૪) મનોહર દિવ્ય રૂપ સમ્પદાના ધારક હોવા છતાં પણ નિર્વિકારી સૌમ્ય મુદ્રાવાળા રહે તે ‘અચંચલગુણ’.
(૨) શાસ્ત્રના અર્થ પરમાર્થના જ્ઞાતા હોય તે બીજી ‘સૂત્ર સમ્મદા’ તેના ૪ પ્રકાર (૧) જે કાળમાં જેટલા શાસ્ત્ર હોય તે સર્વના જ્ઞાતા હોવાથી સર્વ વિદ્વાનોમાં શ્રેષ્ઠ હોય તે ‘યુગ પ્રધાન' (૨) શાસ્ત્રીય જ્ઞાનની પરિયટ્ટણા (પરિવર્તના) કરતાં રહી નિશ્ચલ જ્ઞાની બનવાથી ‘આગમ પરિચિત' (૩) કદાપિ કિંચિત્માત્ર દોષ ન લગાવે તે ‘ઉત્સર્ગ માર્ગ’ અને અનિવાર્ય કારણે પશ્ચાતાપ યુક્ત કિંચિત્ દોષ લાગે તો પ્રાયશ્ચિત્ત કરી શુધ્ધ થઈ જાય તે ‘અપવાદ માર્ગ’ આ બન્ને માર્ગના વિધિના યથાતથ્ય જ્ઞાતા હોય તે ઉત્સર્ગ અપવાદ કુસલા, અને (૪) સ્વસમય (જૈનદર્શન) તથા પરસમય (અન્ય દર્શન)નાં શાસ્ત્રના જ્ઞાતા હોવાથી ‘સ્વસમય પરસમય દક્ષ’ ગુણ.
(૩) સુંદરાકૃતિ તેજસ્વી શરીરના ધારક હોય તે ત્રીજી ‘શરીર સમ્મદા’ તેના ૪ પ્રકાર (૧) પોતાના માપથી પોતાનું શરીર એક ધનુષ્ય લાંબુ હોય તે ‘પ્રમાણોપેત’ (૨) લંગડો, ફૂલો, કાણો ૧૯ કે ૨૧ આંગળીવાળો ઇત્યાદિ અપંગ દોષ રહિત હોય તે ‘અકુટઈ’ (૩) બધિર અંધત્વાદિ દોષ રહિત હોય તે ‘પૂર્ણેન્દ્રિય’ અને (૪) તપ વિહારાદિ સંયમના તેમ જ ઉપકારના કાર્યમાં થાકે નહીં એવા દઢ સંઘયણના ધારક હોય તે ‘દઢ સંઘયણી’ ગુણ.
(૪) વાક્ચાતુર્ય યુક્ત હોય તે ચોથી ‘વચન સમ્પદા’ તેના ૪ પ્રકાર (૧) કોઈ પણ ખંડન ન કરી શકે તેવા સદૈવ ઉત્તમ વચનના બોલનાર, કોઈને તુકારે
* રવિવારથી રવિવાર સુધી રહે તે એક રાત્રિ અને ૫ રવિવાર પર્યંત રહે તે પાંચ રાત્રિ એક માસમાં ૫ રવિવાર આવે છે. જ્યાં એક દિનનો આહાર મળે ત્યાં એક રાત્રિથી અધિક ન રહે અને મોટું શહેર હોય ત્યાં પાંચ રાત્રિ (એક મહિનાથી) અધિક ન રહે. ૦ જ્ઞાનાદિ ગુણની વૃધ્ધિ અર્થે વૃધ્ધાવસ્થા કે રોગાદિ કારણે અધિક રહેવું પડે તો તે વાત
અલગ છે.
Jain Education International
શ્રી જૈન તત્ત્વ સાર
For Private & Personal Use Only
૯૫
www.jainelibrary.org