________________
માહેન્દ્ર દેવલોક છે. બંનેના બાર બાર પ્રતર છે. તેમાં ૬00 યોજન ઊંચા અને ર૬૦૦ યોજન ભૂમિતલવાળાં ત્રીજામાં ૧૨ લાખ અને ચોથામાં ૮ લાખ વિમાન છે. ત્રીજા દેવલોકના દેવોનું જઘન્ય ૨ સાગરોપમનું ઉત્કૃષ્ટ ૭ સાગર અને ચોથા દેવલોકના દેવોનું જઘન્ય ૨ સાગર ઝાઝેરું અને ઉત્કૃષ્ટ ૭ સાગર ઝાઝેરું આયુષ્ય છે.
ઉક્ત બંને દેવલોકથી અર્ધી રાજુ ઊંચે ૧૮ || ઘનરજ્જુના વિસ્તારમાં મેરુ પર્વત પર બરાબર મધ્યમાં ઘનવાતના આધારે પાંચમું “બ્રહ્મલોક' દેવલોક છે. તેમાં ૬ પ્રતર છે. તેમાં ૭00 યોજન ઊંચા તથા ૨૫૦૦ યોજન ભૂમિતલવાળાં ચાર લાખ વિમાન છે. અહીંના દેવોનું જઘન્ય ૭ સાગર અને ઉત્કૃષ્ટ ૧૦ સાગરનું આયુષ્ય છે.
પાંચમા દેવલોકના ત્રીજા અરિષ્ટનામે પ્રતરની પાસે દક્ષિણ દિશામાં ત્રસનાલની અંદર પૃથ્વી પરિણામરૂપ કાળારંગની અખાડાના આકારે નવ કૃષ્ણરાજી છે. તેમાં ૪ દિશાએ ચાર, ૪ વિદિશાએ ચાર અને ૧ મધ્યમાં એમ નવ વિમાન છે. તેમાં લોકાંતિક જાતિના દેવો રહે છે. તેમનાં નામ આ પ્રમાણે
(૧) ઇશાન કોણમાં “અર્ચેિ વિમાન' છે તેમાં “સારસ્વત’ દેવ રહે છે. (૨) પૂર્વમાં “અર્ચિમાલી' વિમાન છે તેમાં “આદિત્ય દેવ રહે છે. એ
બંને દેવોનો ૭00 દેવોનો પરિવાર છે. (૩) અગ્નિકોણમાં “વૈરોચન' વિમાન છે “વનિ દેવ રહે છે. (૪) દક્ષિણમાં ‘પ્રભંકર' વિમાન છે. જેમાં વરૂણ દેવ રહે છે. આ બંને
દેવોનો ૧૪૦૦૦ દેવોનો પરિવાર છે. (૫) નૈઋત્ય કોણમાં “ચંદ્રાભ વિમાન છે તેમાં ‘ગઈતીયા દેવ રહે છે. (૬) પશ્ચિમમાં “સૂર્યાભ' વિમાન છે. તેમાં “તુષિત' દેવ રહે છે. એ
બંનેનો ૭૦૦૦ દેવોનો પરિવાર છે. (૭) વાયવ્ય કોણમાં “શક્રાભ' વિમાન છે તેમાં “અવ્યાબાધ દેવ રહે છે.
છે અસંખ્યાતમાં અરુણવર સમુદ્રમાંથી ૧૭૨૧ યોજન પછી ભીંત સમાન અને અંધકારમય “તમસ્કાય” નીકળીને ઉપર ચઢતીને ચાર દેવલોકને પેટાળમાં લઈ પાંચમાં દેવલોકના ત્રીજા પ્રતર પાસે પહોંચી છે. તે સમુદ્રમાંથી નીકળતા એક એક પ્રદેશની હોય છે. ઉપર જતાં પ્રદેશ પ્રદેશે એક એક પ્રદેશ વધતાં પાંચમા દેવલોકે અસંખ્યાત જોજન જાડી હોય છે.
શ્રી જૈન તત્વ સાર
૫૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org