________________
અહીં એ પ્રશ્ન સ્વાભાવિક થાય કે જે લોકના અગ્રસ્થાનમાં સિદ્ધ છે તો લોક શું છે ? અને કેવા આકારવાળો છે?
લોકનું વર્ણન
લોક શબ્દ ‘લુ' ધાતુથી બન્યો છે જેનો અર્થ ‘જોવું’ થાય છે. અર્થાત્ જે જોવામાં આવે છે તેને લોક કહેવો અને તેનો પ્રતિપક્ષી અર્થાત્ જે ન જોઈ શકાય તેને અલોક કહેવાય છે. અંગ્રેજીમાં Look એટલે જોવું થાય છે. અને અર્ધ માગધિને તે મળતો આવે છે.
અલોક અનંતાનંત, અખંડ, અમૂર્તિક કેવળ આકાશાસ્તિકાય (પોલાણ) મય છે અને જેમ કોઈ વિશાળ સ્થાનમાં શીકું લટકાવ્યું હોય તેમ અલોકના મધ્યમાં લોક રહેલો છે. ‘ભગવતી’ સૂત્રમાં કહ્યું છે કે જેમ જમીન ઉપર એક કોડિયું ઊંધુ રાખીને એના ઉપર બીજું સવળું કોડિયું મૂકાય અને વળી એના ઉપર ત્રીજું ઊલટું કોડિયું મૂકવાથી જેવો આકાર બને, તેવો આકાર આ લોકનો છે.
આ લોક નીચે તો ૭ ૨જ્જુ • પહોળો છે. ત્યાંથી ઉપરની બાજુ અનુક્રમથી પ્રદેશે પ્રદેશ ઓછા થતાં સાત રજ્જુ ઉપર આવે ત્યાં (બન્ને કોડિયાંના સંધિભાગમાં) એક રજ્જુ પહોળો રહી ગયો છે. આગળ ક્રમથી વધતાં વધતાં (બીજા અને ત્રીજા કોડિયાના સંધિસ્થાને) ૩ ૨જુ ઉ૫૨ આવે ત્યારે પાંચ રજ્જુ પહોળો છે અને આગળ ક્રમશઃ ઘટતાં ઘટતાં (ત્રીજા કોડિયાનાં ઉપરના અંતના છેડે) ૩ રજ્જુ આવે ત્યાં એક રજ્જુ પહોળો છે. એમ સંપૂર્ણ લોક નીચેથી ઉપર સુધી સીધો ૧૪ ૨જ્જુનો લાંબો અને ઘનાકારના માપથી ૩૪૩ ઘન ૨જ્જુ પ્રમાણ થાય છે. (અર્થાત્ સંપૂર્ણ લોકના વિષમ સ્થાનને સમ કરવાથી ૭ રજ્જુ પ્રમાણ થાય છે. એ પ્રમાણે ઘનાકારમાં ૭ X ૭ X ૭ = ૩૪૩ રજ્જુ થાય છે. અર્થાત્ એક રજ્જુ લાંબા એક રજ્જુ પહોળા અને એક રજ્જુ જાડા એવા ખંડની કલ્પના કરીએ તો લોકના
♦ રજ્જુ પ્રમાણ : ૩,૮૧,૨૭,૯૭૦ એટલા મણના વજનને એક ભાર કહે છે. એવા ૧૦૦૦ ભાર લોઢાના ગોળાને કોઈ દેવતા ઉપરથી નીચે નાખે, ત્યારે તે ગોળો ૬માસ ૬ દિવસ ૬ પ્રહ૨ અને ૬ ઘડીમાં જેટલું ક્ષેત્ર પસાર કરી નીચે આવે તેટલા ક્ષેત્રને એક ૨જ્જુ કહેવો જોઈએ.
30
Jain Education International
સિદ્ધ અધિકાર
For Private & Personal Use Only
www.jainelibrary.org