________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનતત્વસંગ્રહ,
( ૧૩ ) - -
- ભાવવું જે હે ચેતન આ દેહરૂપ આપણુ ઘર બળે છે. અને તે નિશ્ચિત કેમ સુઈ રહ્યો છું, જે ધર્મ વિના દિવસ રાત્રિ જાય છે તે ફરી નહી આવે. આ પુદગલ છવીતવ્ય વિષય સુખ તે અશાસ્વત જેમ સંધ્યાનાં વાદલાં, ઇંદ્ર ધનુષ, પંથીને મેળે નાશવંત છે તેમ જાણે બૂઝ બૂઝ, પ્રમાદરૂપ અંધ કુવામાં પડીને આપ આપણે વૈરી થયે છું. સ્વજનવર્ગ કેઇ તારું સરણ નથી. તાહરાં કૃત કર્મ તુહીજ ભેગવીશ. માટે જેને ધર્મરૂપ રત્નની પરિક્ષા નથી તે નરના ગુણ અને ડહાપણને ધિક્કાર છે. ઇતિ
તે ધર્મની પરિક્ષા સુવર્ણની પેરે થાય છે, જેમ સેતુ કસોટીએ કસવાથી ૧ છેદવાથી, ૨ તાપ દેવાથી ૩ કુટવાથી ૪ માલમ પડે છે તેમ ધર્મનું સ્વરૂપ પરિક્ષા કરી ધારવું, ઈહાં ધર્મને પાંચ વનની ઊપમા આપે છે.
૧ કચેરી વન સમાન, નાસ્તિક મતીઓ છે. ૨ ખીજડી તથા બાવળના વન સમાન, બાધમતીઓ છે.
૩ જંગલી વનવત, વૈશ્નવ નિયાયીક, વૈસિક, સાંખ્ય, જેમનીય, આદે લકીક ધર્મ છે.
૪ રાજવન સમાન, શ્રાવક ધર્મ, વ્રતધારી, સમક્તિી જાણવા
૫ દેવતાના વન સમાન, પુલાક, બકુસ, કુસિલ, નિગ્રંથ, સ્નાતકાદિ વિચિત્ર મુનિયો છે. એ ચા પાંચમે ભેદ ઉત્તમ છે એમ જનધર્મ પ્રશ્નોત્તરમાં આત્મારામજીએ કહ્યું છે.
હવે શ્રાવકને સર્વદા આરંભ ત્યાગી ન શકાય તે પર્વતીથી કલ્યાણક દીવસ અઠાઇમાં જીવનું છેદનભેદન આદે અવશ્ય વર્જવું, અને ધર્માનુષ્ઠાન વિચિત્ર પ્રકારે કરવું. ન બને તે પાંચ તીથીએ પ્રાયઃ છને પરભવનું આયુ બંધાય છે માટે વિશેષે કરી પર્વમાં ધર્મ આરાધન કરવું. બીજ બે પ્રકારને ધર્મ આરાધવા અરથે, પાંચમ પાંચ જ્ઞાન આરાધવા અર, આઠમ આઠ કર્મ ખપાવવા સારૂ, એકાદશી અગીયાર અંગની સેવા નિમિતે, ચિદસ ચિદ પૂર્વની આરાધના અરથે જાણવી. એ પાંચમાં અમાવાસ્યાપુન્યમ ઊમેરીએ તો પ્રત્યેક પક્ષમાં ઉત્કૃષ્ટ છ પર્વ થાય છે, શુભ કૃત્ય કરવાથી રૂડી ગતીને બંધ પડે છે અને પાપારંભ અશુભ કર્મ કરવાથી માઠીગતીને બંધ પડે છે. અવરનાં પર્વ તે આરંભકારી છે, મારવું, બાળવું, રમવું, રેવું, કાપવું, કુટવું, ધૂળ ઊડાડવી, ધણવું, રાત્રિએ ખાવું, જાપસોઈ કુટવી આજે અનેક પ્રકારની આચરણ કરે છે, અને વીતરાગના પર્વમાં તો ધર્માચરણ પ્રકાસ્યું છે, તે ઊપગારીને ધન્ય છે, પરપીડા જાણે તેજ કરૂણાવંત દયાળ કહીએ. પણ જે પિતાને દુખ આવે તે જાણે પરંતુ પરની પીડ ન જાણે તે અધમ દુષ્ટ જાણવા, શ્રી હરીચંદ રાસ મળે
For Private and Personal Use Only