________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩
).
શ્રી જેનતત્વસંગ્રહ,
બે ત્રીકલ પૂજામાં ત્રણ એવં સાત જાણવાં પ્રતિક્રમણ ન કરે તેને પાંચવાર અને એકવાર પડિકમાવાલાને છ વાર થાય છે. અહીં જઘન્યથી ત્રણવાર, મધ્યમ પાંચ વાર, ઉત્કૃષ્ટ સાતવાર જાણવું વળી વિશેષે કહે છે. હાથ જોડી નમસ્કાર કરવાથી, વા નમે અરિહંતાણું, વા, એકાદ લેક સ્તુતિ કહેવાથી, વા, એકવાર નમથુર્ણ કહેવાથી જઘન્ય ચૈત્યવંદન થાય છે. અરિહંતઇયાણું પાઠ કહી એક નકાર ગણી થેય કહે તે મધ્યમ ચૈત્યવંદન કહીએ, પાંચ દંડક એટલે શકસ્તવ ૧ ચિત્યસ્તવ, ૨ નામસ્તવ, ૩ શ્રુતસ્તવ, ૪ સિદ્ધસ્તવ, ૫ આઠ થાય છે કહી જ્યવિયરાયરૂપ પ્રણિધાન કહેવાથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદન થાય છે. વળી જધન્ય, મધ્યમ ઉત્કૃષ્ટ પરસ્પર ઉલટ પાલટ નવ ભેદે પણ ચેવંદન થાય છે તે ચતુર્થ સ્તુતિ નિર્ણયથી જાણવું, હવે પ્રણામ કહે છે.
૧ શરીર નામવું તે એકાંગ પ્રણામ ૨ બે હાથથી દ્વયોગે પ્રણામ થાય છે, ૩ બે હાથ મસ્તકથી ત્રઅંગ પ્રણામ, ૪ બે હાથ, બે ઘુંટણથી ચતુરંગ પ્રણામ થાય છે, ૫ બે હાથ બે ઘુંટણ, એક મસ્તથી પચાંગ પ્રણામ થાય છે વળી ઉર ૧ શીર, ૨ પૃષ્ઠ ૩ જાનુ ૪ નાશા ૫ ગ્રીવા ૬ કર ૭ નયન ૮ એવં અષ્ટાંગ પ્રણામ જાણ,
એમ બાહ્ય પ્રતિપત્ય તથા અત્યંતર બહુ માનભકિત દેવવંદન ૨૦૭૪ બોલે થાય છે. અને ગુરૂવંદન ૪૯ર બેલે થાય છે. ઈતિ,
પ્ર:–૧૩ તુચ્છ સંસાર કેમ સમજાય?
ઉ–૧ તુછ નિંદ્રા હેય, ૨ તુચ્છ આરંભ હોય, ૩ તુચ્છ કષાય હેય, તેને સંસાર પણ તુચ્છ જાણ
પ્રા–૧૪ દર્શન, જ્ઞાન, ચારિત્રના પર્યાયકીયા, અને તેથી શા ગુણ થાય છે.
ઉ–૧ આસ્થા, ૧ શ્રદ્ધા, ૨પરતીત, ૩ નિરધાર, ૪ રૂચિ, ૫ અભિલાષા ૬ બહુ માન, ૭ અથપણે ૮ તત્વએહ, ૯ ગુણ અદભૂતતા, ૧૦ ગુણગુણી આશ્ચર્યતા,૧૧ તદવિરહકારક્તા, ૧૨એ સમકિતના પર્યાય જાણવા, તેથી ખાર જાય છે.
૨ આ લેકિન ૧ ભાષન ૨ પરિછેદન ૩ વિવેચન ૪ અમુક્તિ ચેતતત્વ ૫ સર્વવેત્તા ૬ નિરાવર્ણ– ૭ ઇત્યાદિ જ્ઞાન પર્યાય જાણવા, તેથી વેર જાય છે. - ૩ થિરતા ૧ તત્વ રમણતા ૨ નિશ્ચલાનુભૂતિ ૩ પરમક્ષમા ૪ પરમ આજૈવતા ૫ પરમમા દૈવતા ૬ અનાશંસય ૭ સુખ ૮ ઈત્યાદિ અનંત પર્યાય ચારિત્રના જાણવા. તેથી ઝેર જાયછે ઇત્યાદિ ગુણ થાય છે.
પ્ર–૧૫ ચાર પ્રકારના જીવ કીયા,
ઉ–૧ સઘન રાત્રિ સમાન ભાવાભીનંદી છવ મિથ્યાત્વી જેમાં કોઈ પણ અજવાળું નથી,
૨ અઘન રાત્રિ સમાન માર્ગનુસારી માગભીમુખી જીવ જાણવા ૩ સઘન દીન સમાન ચોથાથી બારમા ગુણ ઠાણ સુધી જીવ જાણવા. ૪ અઘન દિન સમાન કેવળી ભગવાન જાણવા, એવં ચેવિધા,
For Private and Personal Use Only