________________
શુદ્ધ કુળ અને તે કુળના શુદ્ધ આચારોની સેવાના યોગે જ છે મેઘને જોઈને જેવો મયૂરને આનંદ થાય તેવો આનંદ મુનિના દર્શનથી (1) શ્રી વજબાહુને થયો, તરત ઉદયસુંદર પાસે રથને ઉભો રખાવીને શ્રી રે વજબાહુએ કહ્યું કે, “ખરેખર જ આ કોઈ પણ મહાત્મા છે, મહામુનિ વંદન કરવાને યોગ્ય જ છે અને ચિંતામણિરત્ન જેમ મહાપુણ્ય વિના છું. અલભ્ય છે, તેમ આવા મહાત્માનું દર્શન પણ મહાપુણ્ય વિના - અલભ્ય છે માટે મહાપુણ્યના યોગે જ મને આવા મહામુનિનું દર્શન થયું છે.”
શું કુળદિપક તરીકેની નામના કાઢવા ઈચ્છનારાઓ શ્રી વજબાહુની આ દશા અને તેમણે કહેલા આ ઉદ્ગારો ઉપર વિચાર કરવાની પણ ફુરસદ લેશે કે? જૈનકુળના કુળદિપક બનવા માટે તો આવી દશા અને આવા જ ઉદ્ગારો જોઈએ, પણ બીજા નહિ જ. મુનિ તરફ કુદૃષ્ટિ, એ પોતાના કુળને કલંકિત કરનારી દૃષ્ટિ છે અને મુનિઓ માટે યદ્વા-તદ્દા ઉદ્ગારો એ પોતાની જાતને લજાવવા બરાબર છે. શ્રી જૈનશાસનના મુનિઓ તો જીવનનૌકાને સુખપૂર્વક ? સંસારસાગરના કિનારે પહોંચાડનારા સાચા કર્ણધારો છે. તેવા તારકો સામે ઉલટા વિચારો કરવા એ વિના કારણે આ અમૂલ્ય માનવ જીંદગી બરબાદ કરવા જેવું છે. શ્રાવકકુળમાં માનવ જન્મ પામવા છતાં પણ સંસારસાગર પરથી તરવાનો ઉપદેશ આપનારા નહિ ગમે, તો પછી ક્યાં અને ક્યારે ગમશે ? શ્રાવકકુળની મહત્તા મોક્ષમાર્ગની આરાધનાને જ આભારી છે. આ વાત ખાસ ખ્યાલ રાખવા જેવી છે. શ્રાવકકુળમાં જન્મ્યા પછી મોક્ષમાર્ગ આરાધવાની અરુચિ, એ ખરેખર જ ભયંકર પાપોદય છે. એવા ભયંકર પાપોદયથી બચવા માટે આવા દૃષ્ટાંતો શ્રી જિનેશ્વરદેવના કથાસાહિત્યમાં થોકબંધ છે, માટે એવા પરમ ઉપકારક દૃષ્ટાંતોનું શ્રવણ, ચિંતન-અનુકરણ કરી તેવા ભયંકર પાપોદયથી બચવું એ જ આ શ્રાવકકુળ પાયાની સાચી સાર્થકતા છે.
ઉત્તમ કુળનો
અનુયમ મહિમ....૧