________________
ઇતિકર્તવ્યતા માનનારાઓ માટે આવા વર્ણનો એમ કહે છે કે ‘મુનિવરોએ દિનપ્રતિદિન તપશક્તિમાં વધવા માટે અવિરત 9 પ્રયત્નો આદરવા જોઈએ, અને આતાપના આદિથી પૂર્વકાળની સુકોમળતાનો ત્યાગ કરવા માટે સઘળી જ શક્તિઓ ખરચવી જોઈએ. સુકોમળતા એ સંયમની સાધનામાં મોટામાં મોટું વિઘ્ન છે અને તપની બેદરકારી, એ જ્ઞાતના ફળની બેદરકારી છે.
રાજા મહારાજા જ્વાઓ, કે જેઓએ પૂર્વાવસ્થામાં સુખસાહાબીમાં, લીન થઈ સુકોમળતાને કેળવવામાં કશી જ કમી નથી રાખી, તેવાઓ પણ જ્યારથી ઘરબાર ત્યજી અણગાર બને છે, ત્યારથી સુખસાહાબીને હૃદયમાંથી પણ કાઢી નાંખે છે અને ઉગ્રવિહારી બની સુકોમળતાની જગ્યાએ અજબ કઠોરતાને કેળવે છે, એટલે કે પૂર્વાવસ્થાની સુકોમળતાનો કદિ જ વિચાર ન કરતાં, તેઓ જેટલી તકલીફ અધિક વેઠાય તેટલી તકલીફ અધિક વેઠે છે. શું આ વસ્તુને વિચારથી પણ અલગ કરવી એ મુનિપણા પ્રત્યેની બેદરકારી નથી ? છે જ. માટે મહાપુણ્યોદયે અને ઘણી જ કર્મલઘુતાના યોગે મળેલા મુનિપણાની બેદરકારી કરવી એ મુક્તિરમણીના કામીતે ન જ પાલવવી જોઈએ.
ઉત્તમ કુળનો અનુપમ મહિમા આવા મહામુનિવરના દર્શનથી ઉત્તમકુળમાં ઉત્પન્ન થયેલા શ્રી વજ્રબાહુને અપૂર્વ આનંદ થયો અને અપૂર્વ ઉત્સાહ આવ્યો.
ખરેખર, જે આત્માઓના હૃદયમાં સંયમ પ્રત્યે અખંડ અનુરાગ બેઠો છે, તેવા સમ્યગ્દષ્ટિ આત્માઓને તો આ પ્રસંગે તો ઠીક, કિંતુ ચોરીમાં બેઠાં ત્યાંયે મુનિનું દર્શન અભૂતપૂર્વ આનંદ અને ઉત્સાહ પેદા કરે છે. મોક્ષની સાધના માટે જ્યારે શ્રી સર્વજ્ઞદેવો એક સમ્યક્ સંયમને જ ઉત્તમ સાધન માને છે, ત્યારે મુમુક્ષુ આત્માઓના હૈયાં સંયમીનાં દર્શન માત્ર થતાંય પુલકિત થાય, તેમાં કાંઈ જ આશ્ચર્ય પામવાં જેવું નથી.
ઉત્તમ કુળનાં
અનુપમ મહિમા...૧