Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
કથાનકો જોવા મળે છે જે આપણે આગળ જોઇશું. રામકથા કૃષ્ણકથા પણ જેના સાહિત્યમાં પ્રચલિત રહી વિકસતી આવી છે. જેને પ્રાકૃત સાહિત્ય વિશે નંદલાલ દેવલુક લખે છે કે:
ભગવાન મહાવીરે તેમનો ઉપદેશ સ્ત્રીઓ, અબાલ, વૃધ્ધો અને નિરક્ષરો સમજી શકે તે માટે લોકભાષા પ્રાકૃતમાં આપેલો. પ્રાતની જે લોકભાષાનો તેમણે ઉપયોગ કરેલો તે અર્ધમાગધી હતી. તેમને અનુસરીને બધા જેન શ્રમણોએ પણ અર્ધમાગધી પ્રાકૃતમાં જ પ્રચાર કરેલો. આથી પ્રાચીનતમ જૈન સાહિત્ય (આગમ અને આગમેતર) પ્રાકૃતની શાખા અર્ધમાગધીમાં લખાયું છે.
જેને મતના પ્રચાર માટે શ્રમણોએ વિવિધ કથાઓ અને આખ્યાનોની રચના કરીને પ્રાકૃત સાહિત્યને સમૃધ્ધ કર્યું છે. આ કથા ગ્રંથોમાં ધર્મને કેન્દ્રમાં રાખીને આખ્યાનો લખવામાં આવ્યા. કથા ભલે અર્થોપાર્જન વિષયક કે કામવિષયક હોય, પણ તેનો મુખ્ય ઉદેશ્ય ધર્મ સ્થાપનાનો જ રહ્યો છે. સંઘદાસગણિની સુવિખ્યાત “વસુદેવહિંડીમાં શૃંગાર કથાને નિમિત્તે ધર્મકથાનું જ નિરૂપણ થયું છે. આગમ રચના કાળના સાહિત્યમાં નોંધપાત્ર પ્રાકૃત ગ્રંથો રચાયા છે. તેમાંનો જેનકથા સાહિત્યનો સર્વ પ્રથમ ગ્રંથ, જે આજે અનુપલબ્ધ છે, તે ‘ણાયાધમ્મકહાઓ' (જ્ઞાતા ધર્મકથા) છે. આમાં ૧૯ અધ્યનોમાં જ્ઞાતપુત્ર મહાવીરના મુખે કહેવાયેલી અનેક કથાઓ અને ઉપકથાઓ સંગ્રહાયેલી હતી. આ કાળની અન્ય કૃતિઓમાં ‘ઉપાસક દશા” (શ્રી મહાવીરના દસ ઉપાસકોની કથા) અંતકુદશા (અહંતોની કથા), વિપાકસૂત્ર (શુભ અને અશુભ કર્મોના ફળની કથાઓ), ઉત્તરાધ્યયન સૂત્ર(ત્યાગ અને વૈરાગ્યની સંપાદકાત્મક કથાઓ)ની કથાઓ ઉલ્લેખનીય
પ્રાકૃત આગમેતર સાહિત્યમાં ચારિત્ર ગ્રંથોનું સ્થાન અગત્યનું છે. “ગ્રેસઠ સલાકા પુરુષ ચરિતમાં ૨૪ તીર્થકરો ૧ર ચક્રવર્તીઓ, ૯ વાસુદેવો, ૯ બળદેવો અને ૯ પ્રતિવાસુદેવોનું ચરિત્ર ચિત્રણ છે.
‘કલ્પસૂત્ર'માં તીર્થકરોના જીવનનું વર્ણન છે. વિમલસૂરિના “પઉમચરિય”માં જૈન રામાયણ અને હરિવંશ ચારિયમાં (અનુપલબ્ધ) કુષ્ણકથાનું વર્ણન છે. આ ઉપરાંત કથા ગ્રંથોમાં ‘તરંગવઈકહા”, “સમરાઇશ્ચકહા”, અને “કુવલયમાલા મુખ્ય છે. પ્રાકૃતમાં લખાયેલા કથા કોષો પણ જાણીતા છે. તેમાં જિનેશ્વરસૂરિનું ‘કહાણય કોસ” (કથાનકકોષ) ગુણચંદ્ર ગણિનું “કહારયણકોસ” (કારત્ન કોષ), વિનયચંદ્રનું